Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મારા સરપંચ પુત્રને માહિતી કેમ હેરાન કરો છો કહી માતા-પિતા સહિત ત્રણનો યુવાન પર હુમલો

Share

જંબુસર તાલુકાના કાવા ગામે વાંટા ફળીયાનો બનાવ
ભરૂચ.
 જંબુસર તાલુકાના કાવા ગામે વાંટા ફળિયામાં રહેતાં અર્પણસિંહ પ્રદિપસિંહ રાજ સવારના સમયે તેમના ઘરે હતાં. તે વેળાં તેમના ઘર પાસે રહેતા સરોજ જોરજોરથી બોલાતાં હતાં કે, આપણે ત્રણેક દિવસ લાડુ ખાવાના છે. જેના પગલે અર્પણસિંહની માતાએ તેમને શેના લાડું ખાવાના છો તેમ પુછતાં સરોજે તેમને અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કરવા લાગ્યાં હતાં. તેમનું ઉપરાંણુ  લઇ ગામના સરપંચ કલ્પેશની પત્ની રેણુકા પણ ત્યાં દોડી આવી હતી. તેણે પણ તેમની માતા સાથે ઝઘડો કરી ઝપાઝપી કરવા લાગતાં અર્પણસિંહે ઘરમાંથી બહાર દોડી આવી તેમની માતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાનમાં કનુ પ્રતાપ ગોહિલે ત્યાં દોડી આવી તેમના પર લાકડીના સપાટા મારી ઇજાઓ પહોંચાડી હતી. અરસામાં કનુ ગોહિલે તમે ખોટી ખોટી માહિતી કેમ માગ્યા કરો છો મારો મારો પુત્ર સરપંચ છે એટલે તમે એને હેરાન કરો છો તેમ કહીં હવે બીજી વાર કોઇ માહિતી માંગશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. આસપાસના લોકોએ તેમને છોડાવતાં તેમને સારવાર માટે જંબુસરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ખસેેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભ તેમણે જંબુસર પોલીસ મથક ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી પાલેજની તેજસ્વી વિદ્યાર્થીની સન્માનિત પામી પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હતું.

ProudOfGujarat

નવસારી હાઇસ્‍કુલ ખાતે એનડીઆરએફ બટાલિયન ઘ્‍વારા આપત્તિ સમયે બચાવ અંગે નિદર્શન કરાયું

ProudOfGujarat

વર્લ્ડ રીમેમ્બરન્સ દિવસ નિમિત્તે ભરૂચ 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!