Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં ખાદ્ય સુરક્ષાને લઈ તંત્રનું સઘન ચેકિંગ: ૧૩થી વધુ હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, ૫ને શો-કોઝ નોટિસ ફટકારી

Share

 

ચોમાસું અને આગામી રક્ષાબંધન-જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર, પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. ભરૂચ શહેર, બાયપાસ અને ઝઘડિયા સહિતના વિસ્તારોમાં ૧૩થી વધુ હોટલ-રેસ્ટોરન્ટ્સમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.

Advertisement

તપાસ દરમિયાન કેટલીક જગ્યાએ અસ્વચ્છતા, વાસી તથા એક્સપાયરી ડેટવાળી ખાદ્ય સામગ્રી અને ફૂડ સેફ્ટી નિયમોના ભંગ જેવી ક્ષતિઓ સામે આવી હતી. ટીમે સ્થળ પરથી અયોગ્ય ખાદ્ય સામગ્રી જપ્ત કરી નાશ કરી હતી, જ્યારે પનીર સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.

નિયમોના ઉલ્લંઘન બદલ ૫ હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા જરૂરી સ્વચ્છતા અને નિયમોનું પાલન નહીં થાય ત્યાં સુધી વેચાણ બંધ રાખવા પણ સૂચના આપવામાં આવી છે.

ઝઘડિયાની હોટલ પ્રિન્સમાં પણ સંયુક્ત ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કરી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા, લાયસન્સ, ગ્રાહક રજીસ્ટર અને સુરક્ષા સાધનોની તપાસ કરી હતી. જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા સંચાલકો સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.


Share

Related posts

વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચનાં બાયપાસ રોડ પર પોલીસે ફ્રૂટની લારીની તોડફોડ કરતા વેપારીઓમાં રોષની લાગણી…

ProudOfGujarat

નડિયાદ : ઠાસરાના સાંઢેલીમાં ઉશ્કેરણીજનક વીડિયો સ્ટેટસમાં મૂકતા મામલો ગરમાયો, પાંચ શખ્સોની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!