Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાણી ઢોળવા બાબતે બહેનો વચ્ચે ઝઘડો, મારામારીમાં મહિલાને ઈજા : દહેજના ટાવર ફળિયા વિસ્તારમાં બનેલી ઘટના

Share

 

દહેજ:

Advertisement

દહેજ ટાવર ફળિયામાં પાણી ઢોળવા અને કચરો ફેંકવા જેવી બાબતે બે સગી બહેનો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. મામલો ઉગ્ર બનતા એક બહેને બીજી બહેન સાથે ઝપાઝપી કરી વાળ ખેંચી રોડ પર ઢસડી માર માર્યો હોવાની ફરિયાદ દહેજ પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, દહેજ ટાવર ફળિયામાં રહેતી ૫૦ વર્ષીય મણીબેન મયજીભાઈ મકવાણા પોતાના પરિવાર સાથે રહે છે અને ફ્રીટી કંપનીમાં સફાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. ૨૧ ઓગસ્ટના રોજ સાંજના આશરે પાંચ વાગ્યાના અરસામાં મણીબેન ઘરે હાજર હતા. તે સમયે તેમના પતિ ગામમાં ગયા હતા, જ્યારે પુત્ર નોકરી પર ગયો હતો.

દરમિયાન મણીબેનની સગી બહેન જશીબેન દલસુખભાઈ પટેલ તેમના ઘર અને મણીબેનના ઘર વચ્ચેના રોડ પર પાણી ઢોળવા બાબતે બોલાચાલી કરવા લાગી હતી. જશીબેને મણીબેનને ‘મારા ઘરની સામે પાણી કેમ ઢોળે છે’ તેમજ ‘અવારનવાર મારા ઘરની સામે કચરો ફેંકી દે છે’ તેમ કહી ઉગ્ર બોલાચાલી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.આ અંગે મણીબેન સમજાવવા માટે ઘરની બહાર રોડ પર ગયા હતા અને વગર વાંકે ગાળો કેમ બોલે છે તેમ પૂછતાં જશીબેન વધુ ઉશ્કેરાઈ ગયા હતા. ફરિયાદ મુજબ, જશીબેને ગાળો આપી મણીબેન સાથે ઝપાઝપી કરી તેમના વાળ ખેંચી રોડ પર ઢસડ્યા હતા.

આ ઘટનામાં મણીબેનના માથાના ભાગે સોજો આવતા તેમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. બનાવ અંગે મણીબેને પોતાની સગી બહેન જશીબેન વિરુદ્ધ દહેજ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

મુન્શી (મનુબરવાલા) મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ, ભરુચ ખાતે ૭૯માં સ્વતંત્રદિનની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ તંત્ર ની ગંભીર બેદરકારી સામે આવી હતી..પાર્કીંગ માંજ મેડીકલ વેસ્ટ ના ઢગલા નજરે પડતા તંત્ર માં દોઢધામ મચી હતી….

ProudOfGujarat

ડેડીયાપાડા તાલુકા માં મેઘમહેર યથાવત મોહન નદીમાં બળદ તણાતાં મોત નિપજ્યું,એક ભેંસ ને બચાવી લેવાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!