Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઓનલાઈન સ્ટોરના ધંધામાં મોટા કમિશનની લાલચે ભરૂચના યુવાને એક કરોડ ગુમાવ્યા 

Share

થ્રેડ એપ પર સંપર્ક કર્યો, ટેલીગ્રામ પર વાતચિત કરી મહિલાએ ભોળવ્યો
ભરૂચ સાયબર સેલની ટીમે તપાસનો દોર શરુ કર્યો
। ભરૂચ ।
અંક્લેશ્વર જીઆઈડીસીના ૫૦૦ ક્વાટર્સ પાસે આવેલાં સાઈનાથ સોસાયટીમાં રહેતો આનંદ ગયાપ્રસાદ શમાં કન્સ્ટ્રક્ટર કોન્ટ્રાક્ટર તરીકેનો ધંધો કરે છે. ગત ૬ જૂનના રોજ તેમની સાથે થ્રેડ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ગુરનીત રંધાવા નામની મહિલા સાથે તેમનો સંપર્ક થયો હતો. જોકે, તે એપ્લીકેશન પર તેમની વાતચિત થતી ન હોવાને કારણે તેઓએ એકબીજાના ટેલિગ્રામ એકાઉન્ટ પર સંપર્ક કરી તેના પર એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યાં હતાં. ગુરનીતે તેમને જણાવ્યું હતું કે, તે ઓનલાઈન સ્ટોરનો ધંધો કરીને ઓનલાઈન ખરીદ-વેચાણ કરી મોટું કમિશન કમાવે છે.
જો તે એટલે કે આનંદ શર્મા તેની સાથે ૫૦ ટકાની પાર્ટનરશીપમાં કામ કરવા માગતો હોય તો નવેસરથી તેના નામે જાતેથી રજિસ્ટર થઈ તેનું એકાઉન્ટ ઓપન કરો. ગુરનીતની વાતોમાં ભોળવાઈ ગયેલાં આનંદ શર્માએ તેની વાતોમાં આવી lettebay નામના પ્લેટફોર્મ પર તેમને એકાઉન્ટ રજિસ્ટર કરાવી તેમાં સારા કમિશનના લોભમાં આવી ગુરનિતના કયા મુજબ રૂપિયા ભર્યાં હતાં. તબક્કાવાર રીતે તેમણે કુલ ૧.૧૦ કરોડ રૂપિયા ચુકવાયા હતાં. જેમાં તેમણે તબકકાવાર રીતે ૩૯ હજારથી વધુની રકમ તેના ખાતામાં પરત મેળવ્યાં હતાં. બાદમા તેમને શંકા ગઈ હતી. તેમણે ગુરનીતનો સંપર્ક કરી તમામ સ્પષ્ટતા કરવા જતાં તે પર સંપર્ક વિહોણી થઈ ગઈ હતી. જેથી તેમણે ભરૂચ સાયબર કાઈમની ઓફીસે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કોટક અને આઈસીઆઈસીઆઈ બેન્કના ચાર ખાતામાંથી ટ્રાન્ઝેક્શન

આનંદ શર્માએ સોશિયલ મિડીયામાં ગુરનીત રંધાવા નામની મહિલા સાથે સંપર્કમાં આવ્યા બાદ તેના કહેવાથી તે એક એપ્લિકેશનમાં ઓનલાઈન ખરીદ-વેચાણ કરવાનું શરૂ કર્યું હતું. તેમાં રૂપિયા ચુકવવાના થતાં હોઈ તેમણે પોતાના કોટક મહિન્દ્રા અને આઈસીઆઈસીઆઈના બે એકાઉન્ટમાંથી રુપિયા નાંખ્યા હતાં જે બાદ પણ તેમને વધુ રુપિયાની જરૂરિયાત ઊભી થતાં તેમણે તેમની બહેન સરોજ શર્માના બે બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ચુકવ્યાં હતાં.


Share

Related posts

હાલોલની કલરવ સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વેની ઉજવણી કરાઈ…

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં બલદવા,પીંગોટ, ધોલી ડેમનાં પાણીનાં સ્તરમાં ધરખમ ધટાડો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું વધતું સંક્રમણ ચિંતામાં વધારો, ૬૦ થી વધુ ગામો તેમજ શહેરની ૭ થી વધુ સોસાયટીના માર્ગો સિલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!