Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કોસંબા નજીક આવેલી પી પી સવાણી યુનિવર્સિટીમાં બે ગેંગ વચ્ચે મારામારી

Share

સુરત ની કોસંબા નજીક આવેલી પી પી સવાણી યુનિવર્સિટી માં બે ગેંગ વચ્ચે મારામારી દ્રશ્યો ના વિડીયો સામે આવ્યા છે. રાત્રે તેમજ સવાર ના બનેલી ઘટના ના વિડ્યો વાયરલ થયા હતા. વારંવાર સંસ્થા માં વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ ની ઘટના બની રહી છે. જે જોતા શિક્ષણ પરિસર બન્યું ગેંગવોર નો અડ્ડો બની ગયું છે., અગાઉ યુનિવર્સિટી નો જાતિવાદ ના ઝગડા અંકલેશ્વર સુધી પહોંચ્યા હતા

સુરત ની કોસંબા અને ધામરોડ ગામ નજીક આવેલ પી.પી.સવાણી યુનિવર્સિટી શિક્ષણ સંસ્થા ને બદલે અસામાજિક તત્વો અને વિદ્યાર્થીઓ ની ગેંગવોર નો અખાડો બની ગયો છે. થોડા સમય પૂર્વે રાજપૂત ને વસાવા સમાજ વચ્ચે જાતિવાદ નો ઝગડો થયો હતો જેમાં અંકલેશ્વર ખાતે યુવકને માર મારતા ઝગડો પોલીસ મથકે પહોંચ્યો હતો અને વિદ્યાર્થીઓ ભણવા ની ઉંમરે જેલમાં ધકેલાયા હતા આ ઘટનાની હજુ શાહી સુકાઈ નથી ત્યાં હવે ગત રાત્રીના યુનિવર્સીટી  કેમ્પસમાં બે જૂથ વચ્ચે કોઈ કારણોસર ઝઘડો શરુ થયો હતો અને જે ઝગડો હિંસક બનતા દોડાવી દોડાવી ને મારવા સુધી પહોંચ્યો હતો જે ઝગડો રાત્રી ના માંડ માંડ સમ્યો હતો પરંતુ બીજા દિવસે સવારે પુનઃ બને જૂથ બાખડ્યાં હતા. અને કેમ્પ ના પાર્કિગ એરિયા તેમજ કેમ્પસ ના ભાગે દોડી દોડી ને મારવા ની ઘટના જોવા મળી હતી બને સમયના વિડિયો વાયરલ થતા ઘટના સામે આવી હતી ઘટના માં ઇજાગ્રસ્ત એક વિદ્યાર્થીઓ ને અંકલેશ્વર ની ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ આપવામાં આવી હતી. જો કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ના હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે કોલેજ કેમ્પસમાં જ વારંવાર સર્જાતી માર મારી ને લઇ શૈક્ષણિક સંસ્થા હવે અસામાજિક તત્વો નો અડ્ડો બની ગઈ હોવાની પ્રતીતિ કરાવી રહી છે. જ્યાં વિદ્યાર્થીઓ ભણવા ને બદલે હિંસક બની મારમારી કરી રહ્યા છે. આ સામે સંસ્થાન દ્વારા યોગ્ય કાર્યવાહી કરે એ જરૂરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ પાલિકાએ રાતોરાત 19 રખડતા ગર્દભ પકડ્યા, હવે રાખવા માટે સ્થળનો પ્રશ્ન : સ્ટેશન રોડ અકસ્માત બાદ પાલિકાની કાર્યવાહી તેજ; હવે રખડતા ગાય-આખલાં સામે પણ અભિયાન

ProudOfGujarat

ભરૂચમાં શ્રમજીવી પરિવારની બાળકીને ચોકલેટની લાલચે લઈ જનારને રંગે હાથ ઝડપી પાડયો

ProudOfGujarat

નવ વર્ષના નાના છોકરાને માત્ર ચપ્પલ ચોરીના આરોપ સાથે માર મારવામાં આવ્યો. નાના છોકરાનો વિડિઓ થયો વાયરલ.છોકરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!