Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કચરાના ઢગલામાં સંતાડેલા 2.10 લાખના દારૂ સાથે બે ઝબ્બે 

Share

ભરૂચની મેઘવાલ સોસાયટી પાસેની ઘટના
વડોદરાના દારૂના સપ્લારને વોન્ટેડ જાહેર કર્યો
ભરૂચ.
ભરૂચ સિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, મેઘવાલ સોસાયટી પાસે કચરાના ઢગલામાં દારૂનો જથ્થો સંતાડી ગૌતમ જાદવ નામનો શખ્સ દારૂનો વેપલો કરે છે.જેથી ટીમે બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડ્યો હતો. જ્યાં તપાસ કરતાં બે શખ્સો મળી આવ્યાં હતાં. તેમના નામઠામની પુરપરછ કરતાં એકનું નામ ગૌતમ કેસવ જાદવ (રહે. મેઘવાલ સોસાયટી, તેમજ બીજાનું નામ રામ સોમા માછી (રહે. રામ સોમા માછી, હોવાનું જણાયું હતું. ટીમે જગ્યામાં ચેકિંગ કરતાં. ત્યાંથી કુલ 2.10 લાખ મત્તાનો વિદેશીદારૂ મળી આવ્યો હતો. ટીમે એક મોબાઇલ જ દારૂનો જથ્થો મળી કુલ 2.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે ઉલટ તપાસ કરતાં તેમણે કબુલ્યું હતું કે, વડોદરાના મિત ભુપેન્દ્ર પટેલ નામનો શખ્સ તેમને દારૂ સપ્લાય કરતો હતો. જેના પગલે ટીમેે ત્રણેય વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી   છે.

Share

Related posts

માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે સુરત એસ. પી.ના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયો

ProudOfGujarat

દહેજ ખાતે ગુમશુદા યુવક નું મૃત અવસ્થામાં તળાવમાં મળી આવ્યા બાદ પોલીસે હાથ ધરેલ તપાસ દરમ્યાન એક આરોપી ની અટકાયત કરવામાં આવી હતી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ગેરકાયદેસર કંટામિનેટેડ બેરેલો નું વોશિંગ કરતા શખ્સને ઝડપી લઇ ગુનો દાખલ કરતી બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!