Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક કાર ચાલક ઝડપાયો

Share

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક કાર ચાલકની ધરપકડ કરી છે. પોલીસે કુલ રૂ. 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પૂછપરછ કરતા તેણે આ જથ્થા અને સંતોષકારક જવાબ ના આપતા કાર્યવાહી શરુ કરી હતી.

પોલીસકર્મીઓ ઔદ્યોગિક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ટેન્કર ગેટ ત્રણ રસ્તા નજીક ઇકો કાર આવતા તેને અટકાવવામાં આવી હતી. કારની તપાસ કરતા તેમાંથી મોટર અને પાઈપ સહિતનો ભંગાર નો જથ્થો મળી આવ્યો હતો. કારચાલક હકીકુલ્લાહ જહીર માસ્ટર, જે ઉત્તરપ્રદેશનો રહેવાસી છે, તેની પૂછપરછ કરતા તેણે આ જથ્થા અને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આથી પોલીસે કાર અને ભંગારનો જથ્થો મળી કુલ રૂ. 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે અને આ ભંગાર નો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના કડકિયા એજ્યુકેશન કેમ્પસમાં અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમનો આજથી પ્રારંભ

ProudOfGujarat

લ્યો બોલો, તબીબો હાજર ન રહેતા દર્દીએ પોતાની જાતે જ ડ્રેસિંગ કરી વિરોધ વ્યક્ત કર્યો, આમોદનાં આછોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઘટના.

ProudOfGujarat

શહેરાના પ્રાન્ત ઓફીસરની ટીમનો સપાટો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!