Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની બિરલા કોપરના જનરલ મેનેજર સાથે ૫૮ લાખની ઓનલાઈન ઠગાઈ

Share

ટ્રેડિંગમાં ૧૦થી ૧૫ ટકાનો નફો અપાવવાની લાલચ મળી હતી

ભરૂચ

Advertisement

ભરૂચના શ્રવણ ચોકડી ખાતે ગેલ ટાઉનશીપ પાસે આવેલાં વિશ્વમ ગ્રીન ખાતે રહેતાં અને મુળ છત્તીસગઢના વતની હરીશ રોહિત દેવાંગન છેલ્લાં ૧૧ મહિનાથી બિરલા કોપર કંપનીના સિવીલ વિભાગમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત ૨૮મી ઓગષ્ટના રોજ તેમના ફેસબુક મેસેન્જર પર આનિયા દેવરા નામની મહિલા સાથે સંપર્ક થયો હતો. તેણે પોતાની ઓળખાણ ફેશન ડિઝાઈનર તરીકે આપી હતી. તેણે પોતાના વોટ્સ એપ પર વાત કરવા કહેતાં તેઓએ તેના પર સંપર્ક કર્યો હતો.

દરમિયાનમાં વાતચીત વેળાં તેણે જણાવ્યું હતું કે, તે એક ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ટ્રેડિંગ કરે છે અને ૧૦થી ૧૫ ટકા નફો મેળવે છે. જો તે રીતે કામવવું હોય તો દેવરાજ પ્રતાપ નામના શખ્સનો નંબર આપ્યો હોત. ઊ બાદ તેમને એક બાયનાન્સ એકાઉન્ટ જોઈએ તેમ કહી તેમને તે એકાઉન્ટ ચાલુ કરાવ્યું હતું. ઉપરાંત તેમને ટ્રેડિંગ લિંક મોકલી તેમાં વર્ચ્યુઅલ કરન્સીનું ટ્રેડિંગ કરાવી તેમાં રૂપિયા જમા કરાવાનું જણાવ્યું હતું તેમજ ટ્રેડિંગના નામે પણ તેમને વાર્તામાં ભોળવતાં તેમણે ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫થી ૨૫મી સપ્ટેમ્બર સુધીમાં અલગ અલગ એકાઉન્ટ તેમજ યુપીઆઈ આઈડી પર કો ૫૮.૪૯ લાખ રૂપિયા જમા કરાવ્યા હતાં. જે પૈકીના ૫૫ હજાર તેમને પરત મળ્યા હતા. ઓનલાઈન સંપર્ક આવેલાઓ પૈકી દેવરાજ પ્રતાપે તેમને નફામાં ૩૦ ટકા કમિશનનું કહી તેમને એક ગ્રુપમાં જોડ્યા હતાં. જેમાં તેમને ટ્રેડિંગમાં થયેલાં નફાના સ્કિન શોર્ટ મુકતાં હતાં. તેમને કાયદો થઈ રહ્યો હોવાની લાલચ આપતાં હતાં. આખરે તેમને તેમની સાથે ઠગાઈ થઈ રહી હોવાનું ધ્યાનમાં આવતાં તેમણે તેમના રૂપિયા પરત મેળવવાનો પ્રયાસ કરતાં તે રુપિયા પરત નહીં મળતાં તેમની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં તેમણે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

*અંકલેશ્વર હાઈ વે પરથી પ્રદુષિત બેરલ ભરેલ ટેમ્પો ને અંકલેશ્વર ની કમ્પની માં પરત લવતા સંચાલકો અને કેમિકલ માફિયાઓ માં ગભરાટ*

ProudOfGujarat

ઉકાઇ કાકરાપાર જમણા કાંઠા નહેરની કામગીરીને લઇને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદિપ માંગરોલાનો સીએમને પત્ર

ProudOfGujarat

નડિયાદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!