Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગીતો ધીમેથી વગાડવા કહેવા ગયેલાં શખ્સને માર માર્યો, ફરિયાદ કરવા ગયા તો ઢળી પડ્યા, ડોક્ટરે મૃત જાહેર કર્યા

Share

લગ્નના માહોલમાં જોરથી વાગતાં ગીતોના કારણે મામલો બિચક્યો હતો

પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યો

Advertisement

ભરૂચ

ભરૂચમાં લગ્ન પ્રસંગમાં ઘરમાં મોટેથી ગીતો વગાડવા મુદ્દે થયેલી તકરારમાં એક શખ્સને ગંભીર ઈજાઓ થયાં બાદ તેમનું મોત નીપજયું હતું. ઘટનાને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. ત્યારે લગ્નના માહોલમાં નજીવા મુદ્દે થયેલી તકરારે એકનો જીવ લેતાં માતમ છવાયું છે. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.

ભરૂચ શહેરના દહેગામ ખાતે સુફન બંગ્લોઝમાં રહેતી કરીશ્માબાનુ સાબીર પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તેઓ ઘરમાં બધા હતાં તે વેળાં તેમના ઘરનીસામે રહેતી ગજાલાબાનુંના પિતા ઘરમાં જોર-જોરથી મ્યુઝીક સિસ્ટમ વગાડતાં હતાં.જેવી તેમના સસરા એયુબ ઈબ્રાહિમ પટેલ તેમના ઘર પાસે જઈ ગજાલાબાનુંને મ્યુઝીક સિસ્ટમ ધીમેથી વગાડવા કહેતાં ગુજાલાબાનુએ તેમને અપશબ્દો ઉચ્ચારી તેમની સાથે ઝઘડો કરવા લાગી હતી.

એયુબ પટેલે તેમને અપશબ્દો ન બોલવા કહેવા જતાં તેણે ઝઘડો વધાર્યો હતો. દરમિયાનમાં તેનું ઉપરાણું લઈને તેનો મંગેતર સોબાન ઈમ્તિયાઝ શેખ ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે ઐયુબ પટેલને ઢીકો લાતો મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આસપાસના લોકો છોડાવવા વચ્ચે પડયાં હતાં. ત્યારે ગુજાલાબાનુનો નાનો ભાઈ કાજીમ પણ લાકડીનો સપાટો લઈ આવી તેમને મારવા દોડી આવ્યો હતો. દરમિયાનમાં સોસાયટીના લોકો ભેગા થઈ ગયાં બાદ તેમના સસરા ઐયુબ પટેલ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયાં હતાં. જ્યાં તેઓ ફરિયાદ નોંધાવી રહ્યાં હતાં. તે સમયે તેમના સસરા ઐયુબ પટેલ અચાનક પોલીસ સ્ટેશનમાં જ ઢળી પડયાં હતાં. જેના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમનું સારવાર વેળાં મોત થયું હતું. બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાને પગલે યુવતીએ જણાવ્યું હતુ કે, તેના લગ્ન પ્રસંગ હોવાથી તેના ઘરમાં તે મોટેથી ગીતો વગાડતી હતી ત્યારે સામાવાળાએ આવીને અવાજ ધીરો કર તેમ કહ્યું હતું જોકે, અવાજ ધીમો જ હોવા છતાં તેમના કહેવાને કારણે તેણે અવાજ ઓછો કર્યો હતો. તેમ છતાં તેણે તેને ખેંચીને ગેટ પાસે લઈ જઈ તેને ત્રણ તમાચા માર્યા હતાં. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી સોબાનને ઝડપી પાડ્યો હતો.

ફેફસા-હૃદય ફાટી ગયાનો પીએમ રિપોર્ટ આવ્યો

સામાન્ય બાબતે થયેલી મારામારી બાદ ઐયુબ પટેલને ગંભીર ઈજાઓ થયાં બાદ તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે હોબાળો થતાં પોલીસે મૃતકનુ પોસ્ટમોર્ટમ કરાવતાં તબીબે રીપોર્ટ આપ્યો હતો કે, મૃતક એવબુ પટેલને છાતીના ઉપરના ભાગ પર વધુ પડતું પ્રેશર આવવાથી ફેફસા તેમજ હૃદય ફાટી જવાથી લોહી શરીરમાં પ્રસરી જતાં તેમનું મોત થયું હતું.


Share

Related posts

શાંતિભર્યા વાતાવરણમાં એસ.એસ.સી અને એચ.એસ.સી.ની પરીક્ષાનો થયેલ પ્રારંભ.પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં જણાયા…

ProudOfGujarat

કેમ છો પુછનાર યુવાનને કુખ્યાત બુટલેગર બબુલે તું મને પુછવાવાળો કોન કહીં ચપ્પુથી ઘા કર્યાં

ProudOfGujarat

નડિયાદ : ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી એક ઇસમ તમંચા સાથે ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!