Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચી નાકાનું નાળું એનએચઆઈએએ 9 દિવસથી બંધ કર્યુ, કામ ચાલુ ન થતાં લોકોમાં રોષ

Share

અંકલેશ્વર પાલિકા એ હવે પોતાનો માર્ગ છે કેમ તેના ખુલાસા કરવા ની ફરજ પડી રહી છે. એક તરફ સ્ટેટ હાઇવે જે શહેર માંથી પસાર થાય છે. તે પાલિકા માં સમાવિષ્ટ કરી પાલિકા મોટા ઉપાડે જાહેરાત કરી ચૂક્યું છે. આ  વચ્ચે જાહેરાત ના 4-4 મહિના સુધી માર્ગ બન્યો ના હતો. અને દિવાળી બાદ માર્ગ બની રહ્યો છે. જો કે હજુ પણ સેલાડ વાડ મસ્જિદ પાસેથી તલાવિયા વાડ ભાથીજી મંદિર સુધી નો માર્ગ બન્યો જ નથી. જે પાછળ ત્યાં પાણી ચોમાસા દરમિયાન સમસ્યા ને લઇ પાલિકા બ્લોક બેસાડશે. આ વચ્ચે પાલિકા માટે શહેર માંથી પસાર થતા સ્ટેટ અને નેશનલ હાઇવે ના માર્ગ મુસીબત ઉભી રહ્યા છે.  ભરૂચી નાકા થી નર્મદા કિનારા સુધી નો માર્ગ દાંડી હેરિટેજ માર્ગ ને.હા.64 છે. જે માર્ગ પર શહેરી વિસ્તાર માં ભરૂચી નાકા પાસે જ એક વર્ષોજૂની માર્ગ નું નાળું જર્જરિત થઇ જતા હવે નાળું બનાવવા ની જાહેરાત એન.એચ. આઈ સુરત પેટા વિભાગે જાહેરાત કરી દીધી છે. અને છેલ્લા 8 દિવસ થી જિલ્લા વહીવટી તંત્ર પાસે જાહેરનામું પ્રસિદ્ધ કરાવી બંધ પણ કરી દીધો છે. પણ કામ ચાલુ કરાવ્યું નથી. જેને લઇ 8-8 દિવસથી અગવડતા ભોગવી રહેલા નગરજનો હવે પાલિકા પર માછલાં ધોઈ રહ્યા છે. માર્ગ પાલિકાની હદમાં આવતા હોવાથી માર્ગ પાલિકા જ હોવાનું લોકો સમજી રહ્યા છે. વધુ માં પાલિકા દ્વારા દિવા રોડ સુધી આ માર્ગ નું નવીનીકરણ કર્યું હતું. પાલિકા નો માર્ગ ના હોવા છતાં પણ પાલિકા સ્થાનિકો ધ્યાને લઇ માર્ગના નવીનીકરણ કર્યું હતું. જે કરવું હવે પાલિકા માટે મુસીબત સાથે ગળા નો ગાળિયો બની રહ્યું છે. અને પાલિકા દ્વારા આ માર્ગ પાલિકા નહિ પણ નેશનલ હાઇવે નંબર 64 દાંડી હેરિટેજ માર્ગ છે. અને કામ એન.એચ. આઈ ટૂંકમાં કરશે તેવી સ્પષ્ટતા કરવાની ફરજ પડી રહી છે

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં 1600 જેટલા ખેડૂતોને ઇન્કમટેકસ વિભાગ દ્વારા આપવામાં આવેલ નોટિસોના મામલે વિરોધ કરવા આજરોજ ભરૂચના ઝાડેશ્વર ખાતે ખેડૂત સમાજનું સંમેલન યોજાયું હતું.

ProudOfGujarat

અંકલેશ્વરનાં અમરતપરાની ખાડીમાં દારૂની ભઠ્ઠીમાં LCB એ રેડ કરતાં 9 ભઠ્ઠી તોડવામાં આવી પાંચ બુટલેગરો ઝડપાયા.

ProudOfGujarat

સુરત : પુણા ગામનાં આઇમાતા ચોક નજીક આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાથી બેનાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!