Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં 1600 જેટલા ખેડૂતોને ઇન્કમટેકસ વિભાગ દ્વારા આપવામાં આવેલ નોટિસોના મામલે વિરોધ કરવા આજરોજ ભરૂચના ઝાડેશ્વર ખાતે ખેડૂત સમાજનું સંમેલન યોજાયું હતું.

Share

તાજેતરમાં ભરૂચ આયકર વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાનાં 1600 જેટલા ખેડૂતોને નોટિસો ફટકારી દીધી હતી. જેના વિરોધમાં ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા સંમેલન યોજી આયકર વિભાગની કામગીરીનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો અને આગામી ગુરૂવારના રોજ આયકર વિભાગના કમિશનરને રૂબરૂ મળી આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે. ભરૂચના ઝાડેશ્વર નિલકંઠેશ્વર મંદિર ખાતે બે હજાર જેટલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અને આયકર વિભાગના નિર્ણયની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને આ અન્યાય કરી કામગીરીનો વિરોધ કરવા વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ સંમેલનમાં ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ મહેન્દ્રસિંહ કરમાડીયા, પરિમલસિંહ રણા, સંદીપ માંગરોલા સહીતનાં ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના સારસા ગામે દસ ગામના યુવકોને ક્રિકેટના સાધનોની કીટ આપી.

ProudOfGujarat

વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંકની 56 મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ.

ProudOfGujarat

ટ્રાફિક પોલીસએ ખોવાયેલ ફોન તેના માલિકને પરત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!