Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાનોલી ગુરૂવારી બજાર માં બે મિત્રો વચ્ચે ઝપાઝપી માં રોડ પર પટકાતા એકનું મોત

Share

અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામના દેવળ ફળિયામાં રહેતા પિયુષ રમેશ વસાવા મિત્રો જોડે બે દિવસ પૂર્વે પાનોલી ગામના ગુરુવારી માર્કેટમાં ગયો હતો. આ દરમિયાન રેલવે ઓવરબ્રિજનું સર્વિસ રોડ પર પિયુષનો જ ગામ નો મિત્ર હિતેશ ઉર્ફે લાલુ હિરાચંદ વસાવા મળ્યો હતો.

Advertisement

પિયુષે હિતેશ ને તેના ઘરે ન આવવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન હિતેશ ઉર્ફે લાલુ વસાવા એ પિયુષ ને ધક્કો માર્યો હતો, જેના કારણે તે રોડ પર પડી ગયો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા પિયુષ ને તાત્કાલિક સારવાર માટે ખરોડ ની વેલ્ફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ બનાવ અંગે પાનોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અને ગણતરી ના સમયમાં હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવા ની ધરપકડ કરી હતી. અને ગત રોજ કોર્ટ માં રજૂ કરતા 24 કલાક ના રિમાન્ડ મળતા પોલીસે સાંયોગિક પુરાવા એકત્ર કર્યા હતા. જે બાદ હિતેશ ઉર્ફે લાલુ વસાવા ને સબજેલ ધકેલી દેવામાં આવ્યો હતો.


Share

Related posts

પતંગ ચગાવતા સમયે ડી.જે વગાડતા પોલીસનુ તેડું…. જાણો ક્યા..?

ProudOfGujarat

કોરોનાની બીજી લહેરમાં લોકોને મદદરૂપ થવા બારડોલીનાં સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા શરૂ કરાયેલા કંટ્રોલરૂમને બહોળો પ્રતિસાદ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં ઝનોર ગામનાં આશા વર્કરોને મહેનતાણું ન મળતા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!