Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના મોતવાણ ગામેથી મહાકાય અજગરનું રેસ્ક્યુ જીવદયા પ્રેમીઓએ પકડી સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી

Share

અંકલેશ્વર તાલુકાના મોતવાણ ગામે એક મહાકાય અજગર જોવા મળ્યો હતો, જેના કારણે ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. આ અંગેની જાણ થતાં જ જીવદયા પ્રેમીઓની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જીવદયા કાર્યકર્તાઓએ અત્યંત તકેદારીપૂર્વક આશરે 5 ફૂટ લાંબા અજગરને પકડી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. અજગરને કોઈ ઈજા ન થાય તેની ખાતરી કરવામાં આવી હતી.રેસ્ક્યુ બાદ અજગરને જંગલ વિસ્તારમાં સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર, અજગર ખેતર વિસ્તાર પાસે દેખાતા તેમણે તરત જ જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. ટીમના સમયસરના પ્રયત્નોને કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી અને કોઈ જાનહાનિ થઈ નહોતી.

Advertisement

Share

Related posts

ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં ભરતી પ્રક્રિયા દરમિયાન યુવાનનું મોત, દોડ બાદ તબિયત બગડતા દુઃખદ ઘટના

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે લોકોમાં થનગનાટ, અંતિમ દિવસે ઘરાકી નિકળી છતાં મંદીની અસર.

ProudOfGujarat

લીંબડી ખાતે ચુનારાવાડમાં ચોરનો તરખાટ, લાખોની ચોરી કરી ઇસમો ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!