Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકા ના વ્યાજબીભાવ ની દુકાનો ના સંચાલકો 1લી થી વિતરણ પ્રક્રિયા અળગા રહેવાનું એલાન.

Share

વાંકલ ::

માંગરોળ તાલુકાના વ્યાજબીભાવની દુકાનના સંચાલકોની વર્ષોજૂની પડતર માંગણીઓ નો ઉકેલ નહીં આવતા આક્રમક વલણ અપનાવ્યું છે.માંગરોળ તાલુકા વ્યાજબીભાવ દુકાન એસોસીશન દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.આવેદનમાં જણાવ્યા મુજબ નવેમ્બર 2025થી વિતરણ પ્રક્રિયા થી સંપૂર્ણપણે અળગા રહેવાનો નિર્ણય કરાયો છે. તાલુકા એસોસીએશને જણાવ્યું કે તેમની વર્ષો જૂની માંગણીઓ અંગે રાજ્ય એસોસીએશન દ્વારા ગુજરાત સરકાર ના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીઓને રજુઆતો કરવામાં આવી છે. છતાં આજદિન સુધી કોઈ નિર્ણય કે સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. ગુજરાત રાજ્ય ના બન્ને સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ એસોસીયેશન અને ગુજરાત ફેર પ્રાઈઝ દ્વારા આદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.સંચાલકોની મુખ્ય માંગણીઓ કમિશન દરમાં વધારો કરવો, પ્રોફાઈલ માં તકેદારી સહાયકનો ઉમેરો કરવો, સિંગલ પ્રિન્ટર દ્વારા બે બિલની જોગવાઈ કરવી,સમિતિ સભ્યોનો બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવો,સમયસર કમિશનની ચુકવણી અને ટેક્નિકલ તથા વહીવટી પ્રશ્નોનું નિરાકરણ લાવવું વિગેરેનો સમાવેશ થાય છે. મામલતદાર ને જણાવ્યુકે આ અંગે નો રિપોર્ટ ઉપરી અધિકારીઓ સુધી પહોંચાડો, યોગ્ય નિર્ણય કરવા, નિરાકરણ લાવવા કહ્યું હતું.સંચાલકોનો ઉદેશ્ય ગ્રાહકોને અનાજથી વંચિત રહેવાનો પ્રશ્ન ઉભો ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.સરકાર તરફ થી યોગ્ય પ્રતિભાવ નહીં મળે તો આંદોલન ચાલુ રહેશે એમ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

અમદાવાદના તળાવોમાં આ રીતે થાય છે નર્મદાના પાણીના નીરની આવક.

ProudOfGujarat

એહમદ પટેલ અને મનસુખ વસાવાની રજુઆતને પગલે નર્મદાનું જળસ્તર વધારવા કરજણ ડેમમાંથી 3000 ક્યુસેક પાણી છોડાયું.

ProudOfGujarat

અંકલેશ્વર : આવી બેદરકારી દાખવનારા સામે આખરે તંત્ર કયારે જાગૃત બનશે, વરસાદી કાંસમાં જોવા મળ્યું લાલ અને લીલા રંગનું પ્રદુષિત પાણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!