Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજ જીઆઇડીસીમાં પ્રદૂષણ કરતી કંપનીઓના કારણે સ્થાનિક લોકો પરેશાન

Share

ભરૂચ.
ભરૂચ જિલ્લાની પાલેજ જીઆઇડીસી શહેરી વિસ્તારને અડીને આવેલી છે.  તેમાં કેટલીક  રબર ટ્યુબો નું ઉત્પાદન કરતી કંપનીઓ રાત્રિ દરમિયાન ધૂમાડા છોડતી હોવાને કારણે ખૂબ જ દુર્ગંધ ફેલાવે છે જેનાથી લોકોને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે  તેવું ગામના કેટલાક આગેવાનો જણાવે છે કેટલીક વખત પોલ્યુશન  ફેલાવતી કંપનીઓ રાત્રિ દરમિયાન કાળા રજકોનો ઉડતા પાલેજ ગામમાં લોકોના ધાબા ઉપર અને રોડ ઉપર રજકણો ફેલાઈ જાય છે બીજી તરફ આવા રજકરણો લોકોના શરીરમાં પ્રવેશતાં હોવાને કારણે સ્વાસ્થ્યને અસર થાય છે અને છેલ્લા ઘણા સમયથી પાલેજ ગામમાં કેન્સરના દર્દીઓ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે  પાલેજ ગામના  કેટલાક કેન્સર  ગ્રસ્તોના મોત નીપજ્યા છે  અને હાલમાં પણ પાલેજ ગામમાં ઘણા બધા લોકો કેન્સરથી  પિડીત છે તેમ છતાં કોઈ રાજકારણી કે આગેવાનને લોકહિતમાં કોઇ રસ નથી કેટલાક રાજકારણીઓ કંપનીઓ પાસેથી હપ્તાઓ લઈ કઈ પણ કાર્યવાહી કરવા માંગતા નથી. જેને પગલે  હવે પાલેજ ગામમાં થતાં પ્રદુષણન અટકાવવા માટે નવયુવાનો આગળ આવી રહ્યાં છે. આગામી દિવસોમાં નવા અને નવયુવાન આગેવાનો જીપીસીબીને  રજૂઆત કરી ગામના લોકોને પ્રદુષણથી મુક્તિ મળે તે માટે પણ રજૂઆત કરશે.

Share

Related posts

લીંબડી નગરપાલિકાનાં સફાઈ કામદારો હડતાળ પર ઉતરતા ગંદકીનુ સામ્રાજ્ય

ProudOfGujarat

मिस्टर बीन की मौत की खबर झूठी है, फर्जी पोस्ट से वायरस का लिंक!

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે વાંકલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!