Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ સબજેલમાં કાચા કામના કેદીએ હવલદાર પર હૂમલો કર્યો

Share

દવા બાબતે કેદીએ જેલમાં તેના યાર્ડમાં હંગામો કર્યો હતો

। ભરૂચ ।

Advertisement

ભરૂચ સબજેલમાં હવલદાર તરીકે ફરજ બજાવતાં ગુમાન શાંતીલાલ વસાવાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ફરજ પર હતાં તે વેળાં સવા આઠ વાગ્યાના અરસામાં વાલિયાના હત્યાના કેસમાં ઝડપાયેલો કાચા કામનો કેદી વિશાલ પારસનાથ યાદવે યાર્ડ-૧ના ફાટક પાસે આવી તેમને દવા બાતે ઈન્ચાર્જ અધિક્ષકને રજૂઆત કરવા જણાવતાં તેમને પોણા દશેક વાગ્યે જેલ અધિક્ષક રસોઈ વિભાગમાં સ્ટીન રાઉન્ડ લેવા જતો હતો. તે વેળૉ તેમણે વિશાલની રજૂઆત સાંભળી આગળ જતાં રહ્યાં હતાં. જે બાદ વિશાલ યાદવે યાર્ડ૧માં આફ્ટર બેરેક ૪ પાસે ઉભા રહી મોટા અવાજે અપશબ્દો ઉચ્ચારવા લાગ્યો હતો. તેનો અવાજ સાંભળીને અધિક્ષકની ઓફિસ સુધી આવતાં તેમણે બહાર નિકળી કોણ આવી રીતે મોટા અવાજે અપશબ્દો બોલે છે તમ પુછતાં હવલદાર ગુમાન વસાવાએ તેમને જણાવ્યું હતું કે. વિશાલ યાદ દવા બાબતે અપશબ્દો ઉચ્ચારે છે. જેથી તેમણે તેને તેમની સમક્ષ રજૂ કરવા કહેતાં ગુમાન વસાવા તેને લઈને તેમના અધિક્ષક સમક્ષ રજૂ કરતાં તેમણે તેને અપશબ્દો નહીં ઉચ્ચારવા જણાવ્યો હતો. જેબાદ ગુમાન વસાવા તેને યાર્ડ ૧મા મુકવા જતો હતો. તે વેળાં વિશાલે ઉશ્કેરાઈ જઈ અચાનક તેમના પર હુમલો કર્યો હતો. તેમજ તેમના યુનિફોર્મની લાઈન યાર્ડ (વ્હિસલ દોરી) પકડી ઝપાઝપી કરી હતી. ઉપરાંત તેમની કામગીરીમાં ખલેલ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

બદ્રીનાથ ધામના કપાટ ખૂલતા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ

ProudOfGujarat

પ્રેમના દુશ્મનના ષડયંત્ર ને માત આપીને આખરે નિમા અને મનિષના સાચા પ્રેમની જીત થઇ

ProudOfGujarat

વડોદરામાં તૃષાની હત્યા બાદ પોલીસની પહેલ…જાણો શું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!