Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચાવજ ગામે રાજસ્થાનના મિત્ર પાસેથી મેફેડ્રોન-અફિણ લાવી વેચાણ કરતાં ત્રણ ઝડપાયાં

Share

ભરૂચ એસઓજીની ટીમે દરોડો પાડી 1.20 લાખનો નશીલો પદાર્થ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
બિશ્નોઇ ગેંગના સાગરિતોનું દેશની યુવાપેઢીને બરબાદ કરવાનો કારસો
ભરૂચ.
ભરૂચના ચાવજ ગામે આવેલી અનુજ રેસિડન્સમાં રહેતાં અને બિશ્નોઇ ગેંગના 3 સાગરિતો નશાનો વેપલો કરતાં હતાં. દરમિયાનમાં એસઓજીની ટીમે ત્રણેયને મેફેડ્રીન અને  અફિણ મળી કુલ 1.20 લાખનો નશિલા પદાર્થ તેમજ મોબાઇલ, રોકડા સહિત અન્ય મુદ્દામાલ સહિત કુલ 1.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ભરૂચ એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ચાવજ ગામે રહેતાં ત્રણ શખ્સો નશીલા પદાર્થોનું વેચાણ કરે છે. જેના પગલે  ટીમે ઝીણવટભરી વિગતો મેળવતાં ત્રણેય શખ્સો ચાવજની અનુજ રેસિડન્સી ખાતેના ફ્લેટમાં રહેતાં શ્રવણકુમાર મનોહરરામ બિશ્નોઇ, મહિપાલ કિશનારામ બિશ્નોઇ માદક પદાર્થનો છુટક વેપલો કરતો હોવાનું જાણવા મળતાં ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. ટીમે ઘરનો દરવાજો ખોલી અંદર જતાં શ્રવણ તેમજ મહિપાલ સહિત પ્રદિપ રાજુરામ ભાકરરામ બિશ્નોઇ હોવાનું માલુમ પડ્યું હતું.  તેમજ ત્રણેય રાજસ્થાનના જ વિસ્તારમાં રહેતાં હોવાનું જણાવ્યું હતું. ટીમે તેમના ઘરમાં તપાસ કરતાં તેમના રસોડામાં એક પતરાના ડબ્બામા મેફેડ્રીન તેમજ અફિણનો જથ્થો મળી આવ્યો હતો. ટીમે એફએસએલ ટીમની મદદથી તપાસ કરાવતાં ડબ્બામાં 35.27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તથા 27.28 ગ્રામ અફિણનો જથ્થો મળી આવ્યો હતો. 1 ગ્રામના 3 હજાર લેખે કુલ 1.05 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ તેમજ એક ગ્રામના 500 રૂપિયા લેખે 13,640ની મત્તાનું 27.28 ગ્રામ અફિણ તેમજ તેમની પાસેથી મળેલાં 5 મોબાઇલ, 15,700 રૂપિયા રોકડા, તેમજ અન્ય સામાન મળી કુલ 1.90 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે ત્રણેયની ઉલટ પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તેઓએ 15 દિવસ પહેલાં રાજસ્થાનના જોધપુર લોહાવટ ખાતે રહેતાં તેના મિત્ર સંજય બિશ્નોઇ પાસેથી મેફેડ્રોન અને અફિણ ખરીદી લાવ્યાં  હોવાની કબુલાત કરી હતી. જેથી ટીમેસંજયને વોન્ટેડ જાહેર કરી ચારેય વિરૂદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેડળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

મોરબી જિલ્લા પંચાયત નવા પ્રમુખ તરીકે હંસાબેન પારઘી અને ઉપપ્રમુખ તરીકે હીરાભાઈ ટમાંરિયાની નિમણુક કરાઇ

ProudOfGujarat

ભરૂચમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ‘’ ફ્લેક્સી બાયોગેસ પ્લાન્ટ ‘’ યોજના શરૂ કરાઈ.

ProudOfGujarat

નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં રાષ્ટ્ર કવિ મૈથિલી શરણ ગુપ્તના જન્મ જયંતિની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!