Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાનાં સમા વિસ્તારમાં મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી, પરિવારનો બચાવ

Share

વડોદરાના સમા કેનાલ રોડ વિસ્તારમાં આજે સવારે એક મકાનમાં બ્લાસ્ટ થતાં આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. આ બનાવમાં મકાનમાં રહેતા પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો.

સમા કેનાલ રોડ વિસ્તારના વિજયરાજ નગરમાં આવેલી એક સ્કૂલની પાછળના કાચા મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી. મકાનમાં રહેતા સતિષભાઈ અને તેમના પરિવારના સિલિન્ડરને ભીનું કપડું લપેટીને બહાર નીકળી ગયા હતા. જોકે ત્યારબાદ આગ કાબુમાં આવવાને બદલે વધુ ભડકી હતી અને થોડી જ વારમાં ગેસ સિલિન્ડર ફાટતાં તેના ચિંથરા ઉડ્યા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે મકાનની ઉપરના પતરા પણ ફાટીને ઉડી ગયા હતા. આ સાથે મકાનમાં આગ લાગતા તમામ ઘરવખરી ખાખ થઈ ગઈ હતી. સિલીન્ડર ફાટ્યા બાદ ફાયર બ્રિગેડના લાશ્કરો પહોંચી ગયા હતા અને પાણી મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.

Advertisement

Share

Related posts

બજારમાં પુષ્પા રાખડીએ જમાવ્યો રંગ, જાણો કઇ રાખડીઓ સૌથી વધુ ટ્રેન્ડમાં.

ProudOfGujarat

અમરેલીના વરસડા નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત-અકસ્માતમાં બે ના ઘટના સ્થળે મોત, 15 થી વધુ મુસાફરો ઘાયલ….

ProudOfGujarat

ભરૂચ-લ્યો બોલો, માજી મંત્રીની કારના કાંચ તોડી રોકડ રકમ સહિત જરૂરી દસ્તાવેજોની ચોરી, જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!