Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 65 વર્ષિય મહિલાના પેટમાંથી સાડા ચાર કિલોની ગાંઠનું સફળ ઓપરેશન

Share

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતી વૃદ્ધાને પેટમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલમાં લવાઈ હતી
। ભરૂચ ।
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી ૬પ વર્ષિય એક વૃદ્ધાને છેલ્લા કેટલાક સમયથી પેટમાં અસહ્ય દુ:ખાવો થવાની સમસ્યા સર્જાઈ હતી. સામાન્ય દુખાવો હોવાનું માની નાની-મોટી દવાઓ કરીને દુઃખાવો દુર કરવાનો તેમણે પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ લાભ નહીં થતા આખરે ડો.રશ્મિકાંત ચૌધરીની હોસ્પિટલમાં તેઓ સારવાર માટે ગયા હતા જયાં એન્ડોસ્કોપી કરાવતા મહિલાના પેટમાં મોટી ગાંઠ હોવાનું નિદાન થયુ હતુ.
મહિલાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ સારવારનો ખર્ચ ઉપાડી શકે તેમ ન હોવાથી એક સપ્તાહ પહેલા તેઓને ભરૂચ સીવીલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ડો.કિરણ પટેલ મેડીકલ કોલેજ અને સીવીલ હોસ્પિટલમાં સોમવારે ડો.રશ્મિકાંત ચૌધરી તેમજ તેમની ટીમ દ્વારા મહિલાનું ઓપરેશન હાથ ધર્યુ હતુ. ભારે જહેમત બાદ તેમણે મહિલાના પેટમાંથી ૨૫X૨૦ સેમીની સાડા ચાર કિલોની પાણીની ગાંઠ  શસ્ત્રક્રિયા કરી દુર કરવામાં આવી હતી. છેલ્લા કેટલાય સમયથી ગાંઠના કારણે અસહ્ય વેદના વેઠી રહેલી વૃદ્ધાને ઓપરેશન બાદ દુ:ખાવામાંથી રાહત મળી હતી તેમજ સીવીલ હોસ્પીટલમાં નિ:શુલ્ક ઉપચાર થતા વૃદ્ધા અને તેના પરીવારે હોસ્પિટલ તેમજ ડોકટરોનો આભાર વ્યકત કર્યો હતો.

Share

Related posts

ભરૂચ પંથકમાં જલારામ જ્યંતીની ઉજવણી કરાઇ…

ProudOfGujarat

ભરૂચનાં અંકલેશ્વરમાં હવા પ્રદૂષણ વધી જતાં સ્થાનિક રહેવાસીઓ ચિંતામાં મુકાયા…

ProudOfGujarat

ભરૂચ : જંબુસર ખાતે વહેલી સવારથી DGVCL ની ટીમોનાં દરોડા, પોલીસ બંદોબસ્ત વચ્ચે થયું વીજ કનેકશનોનું ચેકીંગ…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!