Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરત–જિલ્લામાં કારના કાચ તોડી ચોરી કરતી ત્રિચી ગેંગનો પર્દાફાશ, 3 સાગરીતો ઝડપાયા

Share

ભરૂચ.
સુરત શહેર અને જિલ્લામાં કારના કાચ તોડી લેપટોપ તથા કિંમતી સામાનની ચોરી કરતી ત્રિચી ગેંગના ત્રણ સાગરીતોને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. ચોરીની ઘટનાઓ બાદ નજીકના સીસીટીવી ફૂટેજનું ગહન એનાલિસિસ કરતા આખરે ગેંગ પોલીસના જાળમાં ફસાઈ હતી.
પોલીસે એપ્લિકેશનની મદદથી ગુનાસ્થળ આસપાસના ફૂટેજનું વર્ગીકરણ કરી આઈસીજેએસમાં હિસ્ટ્રી સર્ચ કર્યું હતું. તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર શિવા ટોટીનાયકર, પ્રતિભા સુબ્રમણ્યમ નાયડુ અને એક બાળ કિશોરને ઝડપી પાડવામાં આવ્યા છે.
આરોપીઓ પાસેથી સોનાના દાગીના, મોબાઇલ ફોન, ટેબલેટ સહિત કુલ રૂપિયા 4.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ સાથે સુરતમાં કારના કાચ તોડી સોનાના દાગીનાની ચોરી ઉપરાંત બારડોલી, માંડવી અને કામરેજ વિસ્તારમાં થયેલા કુલ 10 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ કારના કાચ તોડવાની સાથે મોટરબાઈકની પણ ચોરી કરતા હતા. તેમની પાસેથી ત્રણ ચોરીની મોપેડ મળી આવી છે. આરોપીઓ પૂર્વ આયોજન સાથે રેકી કરતા, બાદમાં ગીલોલનો ઉપયોગ કરી કારના કાચ તોડી અંદર રહેલી ડોક્યુમેન્ટ તથા કિંમતી સામાન ભરેલી બેગ ચોરી જતા હતા.
ચોરીને અંજામ આપવા માટે તેઓ ચોરી કરાયેલી મોપેડ પર સવાર થઈ ફરતા હતા. જિલ્લા એલસીબીની તપાસ ટીમના દિનેશ કાનજી અને અક્ષય શંકરભાઈને મળેલી ચોક્કસ ટીપના આધારે આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરી તેમને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

Share

Related posts

ભરૂચ શહેરમાં પેન્શનર્સ મંડળે રેલી યોજી : પડતર પ્રશ્નો અંગે કલેક્ટરને રજૂઆત કરી

ProudOfGujarat

વિશ્વ મહિલા દિવસે વાત કરીએ નર્મદા જિલ્લાની આદિવાસી દીકરીની કે જે ભણવાની નાની ઉંમરમાં જ અભ્યાસ છોડીને ટાયરનાં પંચર બનાવવા જેવું કઠિન કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

ProudOfGujarat

સુરતના પાલનપુરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં શોર્ટ સર્કીટથી આગ લાગતાં બળીને ખાખ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!