Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શાળા સંકુલ પાસે વાહન પાર્કિંગનું આયોજન સુચારુ કરવા ડીઈઓની સંચાલકોને તાકીદ

Share

વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશનના વાહનોથી ટ્રાફીક ન સર્જાય તે માટે સુચન
ભરૂચ.
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાની તમામા શાળાઓના સંચાલકોને ખાસ પરીપત્ર થકી સુચના આપવામાં આવી છે.જેમાં શાળાનાવિદ્યાર્થીઓના ટ્રા-સ્પોર્ટેશનના વાહનો માટે પાર્કિંગની સુચારું વ્યવસ્થા કરવા સાથે આ વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેની તકેદારી રાખવા માટે સુચના આપવામાં આવી છે
ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રોડ સેફટી સમિતિની ખાસ બેઠક મળી હતી. જેમાં ટ્રાફિક નિવારણ તેમજ ટ્રાફિક થવાના કારણો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શાળાઓ પાસે વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટેના વાહનોના પાર્કિંગનો મુદ્દો પણ ચર્ચાયો હતો. ત્યારે બેઠક બાદ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકો, આચાયં તેમજ મુખ્ય શિક્ષકોને એક પરીપત્રના માધ્યમથી સૂચના આપી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા કે શાળા તરફથી અથવાથી વાલીઓ દ્વારા પરથી શાળા સુધી આવવા જવા મો ટ્રાન્સપોર્ટની સુવિધા કરવામાં આવતી હોય છે. ત્યારે કેટલીવે શાળામાં વાહનોના ડ્રાઈવરો દ્વારા શાળાના કેમ્પસની બહાર જાહેર જનતાના અવરજવર માટે અવરોધરૂપ બને તે રીતે પાર્ક કરવામાં આવતો હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં અને તેમાંય ખારા શહેરી વિસ્તારમાં આ પ્રમાણે વાહનો પાર્ક કરવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેથી જે તે શાળા સંચાલકો શાળા સંકુલમાં અથવા તો જ્યા વાહનો લોકોને નડતરરૂપ ન બને તે રીતે પાર્ક કરવામાં આવે તેવી સુવિધા ઉભી કરવા જણાવાયું છે. ઉપરાંત વિદ્યાર્થીઓને લેવા-મુકવા આવતાં વાલીઓ પણ તેમના વાહનો વ્યવસ્થિત પાર્ક કરે અને ભીડ ન થાય તે રીતે વાહન પાર્ક કરે તેવી તાકીદ કરવામાં આવી છે.
બોક્ષ :
શાળાઓ ખાતે આકસ્મિક મુલાકાત કરાશે, સુચનાનુ પાલન ન થાય તો કાર્યવાહી થશે
ટ્રાફિક નિયમન માટે કરાયેલી સુચનાનું પાલન થાય છે કે કેમ એ બાબતે તમામ શિક્ષણ નિરીક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, મદદનીશ કેળવણી નિરીક્ષક, બીઆઈસી કો-ઓર્ડિનેટર, સીઆરસી કો-ઓર્ડિનેટર દ્વારા તેમના સંલગ્નની શાળાઓમાં મુલાકાત વેળાં અથવા તો આકસ્મિક મુલાકાત કરીને આ મામલે ચકાસણી કરવાની રહેશે.  શાળા દ્વારા સુચનાનું પાલન કરવામાં નહીં આવે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. –  સ્વાતીબા રાઓલ, જિલ્લા શિક્ષણાધિકારી, ભરૂચ

Share

Related posts

ભરૂચ : સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને જિલ્લા કક્ષા ડિસ્ટ્રીકટ ડેવલ્પમેન્ટ કો ઓર્ડીનેશન અને મોનિટરીંગ સમીતી ( દિશા ) ની બેઠક યોજાઈ

ProudOfGujarat

ભરૂચ શહેરમાં લોકો તેમના મકાન વેરાના નાણા તેમના જ વિસ્તારમાં ભરી શકે તે માટે નગરપાલિકા દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો.

ProudOfGujarat

સુરતમાં ત્રણ દિવસ બાદ વેક્સિનેશન શરૂ થતાં લોકોની ટોકન લેવા પડાપડી : લોકોને ટોકન ન મળતા વિલા મોઢે પરત ફર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!