Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઈ

Share

ભરૂચ

કલેકટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને પ્રાયોજના વહીવટદાર  નિશાની ઉપસ્થિતીમાં  ભરૂચ જિલ્લા આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ, જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન (રસીકરણ), નેશનલ વેકટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે વિવિધ કામગીરી વિષયક વિસ્તૃત સમીક્ષા કરી હતી.

Advertisement

જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને આરોગ્યલક્ષી કામગીરીની સંકલન સમિતિ અન્વયે યોજાયેલ બેઠકમાં પણ વિવિધ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રોગોની પરિસ્થિતિમાં જાહેર જનતાને જરૂરી માર્ગદર્શન રોગચાળા અટકાયતી કામગીરી, જિલ્લામાં આવતા તમામ કેસની દૈનિક ધોરણે થતી એન્ટ્રી, સંચારી રોગ, NTCP, સિકલસેલ, ક્લાઇમેન્ટ ચેન્જ, નેશનલ લેપ્રેસી પ્રોગ્રામ અને નેશનલ ટીબી કંટ્રોલ વગેરે પ્રોગ્રામ વિશે જરૂરી માર્ગદર્શન સાથે ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લામાં સિઝનલ ફ્લુનો ફેલાવો ન થાય અને સિઝનલ ફ્લુ થાય તેવા સમયે તકેદારીના ભાગરુપે આરોગ્યલક્ષી જરૂરી સાધનો, દવાઓ, માસ્ક, ટ્રીપલ ટેસ્ટિંગ કિટનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે કે કેમ તે વિગતો જિલ્લા કલેકટરએ મેળવી હતી. આ સાથે પાણીજન્ય રોગો, વાહકજન્ય રોગો, અને રોગચાળા અટકાયત માટે જરૂરી પગલાં લેવા તેમજ સિકલસેલ એનીમીયા નિયંત્રણ કાર્યક્રમ અંગે વિગતવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


Share

Related posts

અમદાવાદમાં નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવરને QR કોડ સાથે એટેચ કરાશે.

ProudOfGujarat

દક્ષિણ ગોવામાં બાળક ચોરીની શંકામાં મારપીટની અનેક ઘટનાઓ, અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ.

ProudOfGujarat

રાજપારડીમાં શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની બાવાનું આગમન હઝરતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!