Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઓક્ટેન ફિટ સિટી ખાતે રક્તદાન શિબિર યોજાઈ, 50થી વધુ યુનિટ બ્લડ એકત્ર

Share

ભરૂચ.
ઓક્ટેન ફિટ સિટી અને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજના સંયુક્ત ઉપક્રમે, યુનિટી બ્લડ બેંક, ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિરમાં ડોક્ટરો, જિમના સભ્યો, સ્વયંસેવકો તેમજ શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિર દરમિયાન 50થી વધુ બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા, જે જરૂરિયાતમંદ દર્દીઓના જીવ બચાવવામાં ઉપયોગી બનશે.
આ કાર્યક્રમમાં ડૉ. સુહેલ વજા, ડૉ. વસીમ રાજ, રિઝવાન જમીંદાર તથા નજિરભાઈએ વિશેષ ઉપસ્થિતિ રહી મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. સમગ્ર રક્તદાન શિબિરનું સફળ આયોજન અને સંચાલન સમીર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આયોજકોએ યુનિટી બ્લડ બેંક, ભરૂચની મેડિકલ ટીમ અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ઓક્ટેન ફિટ સિટી અને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા ભવિષ્યમાં પણ આવા માનવતાલક્ષી તથા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

Share

Related posts

માંગરોળ તાલુકામાં સતકૈવલ સંપ્રદાયનાં ભગવાન કરુણાસાગરનાં પ્રાગટય દિનની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

મોરવા પંથકના અપહરણ કેસના ત્રણ આરોપી પોલીસ સંકજામાં

ProudOfGujarat

અંકલેશ્વરમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી : વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!