Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વ્હાલુ ગામની મદરેસામાં ચોરોની તરાપ : ૧.૯૨ લાખની ચોરી કરી ફરાર

Share

ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદનોંધાતાં કાર્યવાહી શરૂ

ભરૂચ

Advertisement

આમોદના ઈખર ગામના વતની અને હાલમાં ભરૂચ તાલુકાના વ્હાલુ ગામે આવેલી જામીયા અનવારૂલ ઉલુમ મદરેસાના પ્રિન્સિપાલ મુનીર સલીમ પટેલે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ ગત ૩ જાન્યુઆરીએ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં તેમના ઓફિસમાંના ડેસ્ક ટેબલના ડ્રોવરો તેમજ ઓફિસના દરવાજાને લોક મારી ઈખર તેમના ગામ ગયાં હતાં.

દરમિયાનમાં રવિવારે તેમના મદરેશાના વોચમેન, મદરેશાના મૌલાનઓએ તેમમને ફોન કરી જાણ કરી હતી કે, રાત્રીના સાડા બાર વાગ્યેથી સવારના ચારેક વાગ્યાના સમયગાળામાં કોઈ અજાણ્યા ચોરોએ મદરેશાના મુખ્ય દરવાજાનું લોખંડનું તાળુ મારવાનો નકુચો કોઈ સાધન વડે તોડી નાંખી ઓફિસના લાકડાના દરવાજાનું તાળુ તોડી નાંખી તરફરો ઓફિસમાં પ્રવેશ્યાં હતાં. તસ્કરોએ તેમના તેમજ અન્ય ટેબલોના ડ્રોવરો ખોલી તેમાંથી સામાનની ચોરી કરી હતી. જેમાં પ્રિન્સિપાલના ટેબલનું હોવર તૂટેલું જણાયું હતું. તેમણે તુરંત સ્થળ પર દોડી જઈ તપાસ કરતાં તેમના ડ્રોવરમાં મદરેસાના કરજ પેટે મળેલાં અલગ અલગ ચલણી નોટો મળી કુલ ૧.૮૫ લાખ રૂપિયા રોકડા મુકયાં હતાં. તે પણ ચોરીએ ગયાં હોવાનું જણાયું હતું. તસ્કરો તેમના મદરેસામાં લગાવેલાં સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરીને ફરાર થઈ ગયાં હતાં. ઘટનાને પગલે તેમણે આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં તસ્કરોને લઈને કાઈ જાણકારી નહીં મળતાં આખરે તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

સરકારનો મોટો નિર્ણય, 1 જાન્યુઆરીથી ચીન સહિત આ દેશોમાંથી આવનારા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ જરૂરી

ProudOfGujarat

અંકલેશ્વર : વાલિયા ચોકડી પાસેથી લાખોની મત્તાનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે 4 ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ અને સુરતને જોડતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ભૂખી ખાડી નજીક ટ્રાફિક જામ થતા અસંખ્ય વાહનોની લાંબી કતારો લાગી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!