Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

છુટાના બદલે ચોકલેટ આપવા મુદ્દે મેડિકલ સંચાલક પર ત્રણ જણાનો હૂમલો

Share

ભરૂચના શંભુડેરી ખાતેની આશુતોષ મેડિકલમાં બનેલી ઘટના

ભરૂચ

Advertisement

ભરૂચ તાલુકાના ચાવજ ગામે આવેલી રંગ ઉપવન સોસાયટીમાં રહેતાં કૈલાશ ભુરારામ ભાટી શહેરના લિંકરોડ પર શંભુડેરી પાસે આશુતોષ મેડિકલ સ્ટોર ચલાવે છે. તેમના ત્યાં અવાર-નવાર દવા લેવા માટે આવતાં સુગર ચૌહાણ તેમની પત્ની સાથે સાંજના સમયે દવા લેવા માટે આવ્યાં હતાં. તેમને નજીકના કિલનીક પરધી દવા લખી આપી હતી. તે દવા માંગતાં તેમણે તે દવા કાઢી આપી હતી. જે દવાના ૨૬૪ રૂપિયા થયાં હતાં. જેના પગલે સુગર ચૌહાણે તેમને ૫૦૦ રૂપિયાની નોટ આપતાં તેમણે ૨૩૦ રૂપિયા રોકડા તેમજ છુટાં e રૂપિયાના બદલામાં વિક્સની ગોળીઓ આપી દીધી હતી.

જોકે, સુગર ચૌહાણે તેમને ચોકલેટ આપવા બાબતે તકરાર શરૂ કરી હતી. કેલાશે તેમની પાસે છુટા રૂપિયા ન હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમણે ઉમર્યું હતું કે, તેઓ ૪ રૂપિયા ઓનલાઈન કરી આપે તો તેઓ ૧૦ રૂપિયા આપશે તેમ જણાવ્યું હતું. જોકે, સુગર ચૌહાણે તેમને અપશબ્દો ઉચ્ચારવા લાગતાં કૈલાશે તેને ત્યાંથી જતો રહેવા કહેતાં સુગર ચૌહાણે તેની સાથે ઝપાઝપી કરી તના માથામાં લોખંડનો પંચ મારી ઈજાઓ પહોંચાડી હતી. અરસામાં કૈલાસનો પુત્ર બચાવવા વચ્ચે પડતાં તેને પણ માથામાં પંચ મારી ઈજા કરી હતી. આસપાસના લોકો ભેગા થતાં તે ત્યાંથી ભાગી ગયો હતો. થોડા સમય બાદ સુગર ચૌહાણ તેના સંબંધી રાજુ ચૌહાણ તેમજ એક મહિલાએ તેમના મેડિકલ સ્ટો પર આવી તેમની સાથે પુન: બોલાચાલી કરી જાનથી મારવાની ધમકીઓ આપી જતાં રહ્યાં હતાં. બનાવને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ગોધરા-દાહોદ હાઈવે પર બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચારના મોત

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા ખાતે સામાન્ય સભા મળી, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાઇ.

ProudOfGujarat

સંસદસભ્ય મનસુખભાઇ વસાવાના અધ્યસ્થાને ભરૂચ ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!