Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ અને સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ શહેરના શ્વાનોને બચાવવા મેદાને ઉતર્યાં

Share

મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ અને સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના સ્ટેશન રોડ ખાતે જીઓ ઓર જીને દો ના નારા સાથે કુતરાઓને બચાવવા માટે મેદાને ઉતર્યા હતા..

સુપ્રીમ કોર્ટના એક તરફી ચુકાદા મુજબ આર્ટિકલ 51 એ મુજબ દરેક લોકોને જીવન જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે એ પછી મનુષ્ય હોય કે જાનવર દરેક લોકોને એકસરખો જીવન જીવવાનો અધિકાર મળ્યો છે.

Advertisement

પરંતુ એક તરફી ચુકાદાના લીધે ઠેર ઠેર કુતરાઓને માર મારવાના કિસ્સા સામે આવી રહ્યા છે જેને લઈને મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ અને સાર્થક ફાઉન્ડેશન ના લોકો દ્વારા સ્ટેશન રોડ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો

અત્યારના સમયમાં કૂતરાઓની એટલી બે રહેમીથી માર મારવામાં આવે છે અને કૂતરાઓને ખૂબ જ દૈન્ય હાલતમાં સરકારી સંસ્થાઓ દ્વારા ઉપાડી લેવામાં આવે છે પરંતુ આ લોકો પાસે કૂતરાઓને રાખવા માટે કોઈ સેન્ટર હાઉસની સુવિધા નથી તો પછી તમે કેવી રીતે કૂતરાઓને ઉઠાવી શકો તેવા આરોપ લગાવવામાં આવ્યા હતા.

કુતરાઓને જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે તેમના પરિવારમાં રહેલ માતા-પિતા અને બાળ બચ્ચાઓ પણ પરિવાર વેરવિખેર થઈ જાય છે જેથી કરીને સંવિધાનમાં દરેક લોકોને જીવન જીવવાનો સરખો અધિકાર આપવામાં આવ્યો છે
આ ધરતી ઋષિમુનિઓની છે અને આપના ભારત દેશમાં પહેલાના સમયમાં પાંચ રોટલીઓ અલગથી બનાવવામાં આવતી હતી જે કુતરા અને ગાયને ખવડાવવામાં આવતી હતી પરંતુ આજના સમયમાં કૂતરાઓને ઈંટ પથ્થર અને લાકડાઓથી માર મારવામાં આવે છે જેને લઈને કૂતરાઓ લોકોને કરડે છે પરંતુ જો તમે કૂતરાને બે રોટલી ખવડાવશો તો એ ક્યારેય તમને બચકા નહીં ભરે અને તમારી સાથે વફાદાર બનીને રહેશે.


Share

Related posts

વડોદરા : કરજણના રારોદ ગામેથી એક દીપડાનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું.

ProudOfGujarat

નડિયાદ નજીકથી કારમાં અમદાવાદ લઈ જવામાં આવતો દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ પોલીસ હેડક્વોટર્સ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન, સુરક્ષાકર્મીઓએ ઉત્સાહપૂર્વક નિભાવ્યો લોકશાહી અધિકાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!