Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં વૃદ્ધા પર હુમલો: બાળકોને ધીમે સાયકલ ચલાવવા કહેતા પ્લાસ્ટિકની બેટથી માર માર્યાનો આક્ષેપ : માથા સહિત શરીરના ભાગે ઈજા, જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ

Share

 

ભરૂચ શહેરના કસક વિસ્તારમાં એક વૃદ્ધા પર પાડોશીએ હુમલો કરી ઈજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. પાણીના નળ તોડી નાખવાની બાબતે ટકોર કરતાં ઉશ્કેરાયેલા પાડોશીએ પ્લાસ્ટિકની બેટ વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Advertisement

મળતી માહિતી મુજબ, વિણાબેન નરેશભાઈ કટારીયા (ઉ.વ. 75), રહે. મેઘવાડ સોસાયટી, કસક ફુવારા સામે, ભરૂચ, પરિવાર સાથે નિવૃત જીવન જીવી રહ્યા છે. ઘટના તા. 17 જૂન 2026ના રોજ સાંજના આશરે 8 વાગ્યાના અરસામાં બની હતી.

વિણાબેન પોતાના ઘર બહાર ખુરશી પર બેસી શાકભાજી સાફ કરી રહ્યા હતા. તે દરમિયાન સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ મૂળજીભાઈ સાધ્રાના પુત્ર સાયકલ ચલાવી રહ્યા હતા. ફરિયાદ અનુસાર, આ છોકરાએ અગાઉ બે વખત સાયકલથી તેમના પાણીના નળ તોડી નાખ્યા હતા. જેથી વિણાબેને છોકરાને સાયકલ દૂર ચલાવવાનું કહ્યું હતું.

આ વાતને લઈ છોકરાના પિતા પ્રકાશભાઈ મૂળજીભાઈ સાધ્રા ઉશ્કેરાઈ પોતાના ઘર બહારથી હાથમાં પ્લાસ્ટિકની બેટ લઈને આવ્યા હતા અને ગાળો બોલતા વિણાબેન તરફ ધસી આવ્યા હતા. આ દરમિયાન તેમણે વિણાબેનના માથામાં બેટ વડે ફટકો મારતા માથાની ચામડી છોલાઈ ગઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું.

ફરિયાદ મુજબ, આરોપીએ વધુ એક વખત હુમલો કરી ડાબા હાથ, બરડાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં પણ બેટ વડે માર માર્યો હતો. વૃદ્ધાની બુમાબુમ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વધુ હુમલાથી બચાવ્યા હતા.

જતાં જતાં આરોપીએ “આજે તો તું બચી ગઈ છે, હવે પછી મારા છોકરાને રમવા બાબતે કંઈ કહેશે તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી પણ આપી હોવાનો આક્ષેપ છે.

ઈજાગ્રસ્ત વિણાબેનને તેમના દિયર જયેન્દ્રભાઈ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવવાની સલાહ આપી હતી.

આ બનાવ અંગે પ્રકાશભાઈ મૂળજીભાઈ સાધ્રા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

કરજણ ખાતે માલિની કિશોર સંઘવી હોમિયોપેથીક હોસ્પિટલમાં દિવ્યાંગ બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

રક્તદાનની જાગૃતતા ફેલાવતા દિલ્હીના કિરણ વર્મા વડોદરા આવી પહોંચ્યા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના જંબુસર ખાતે નિસાચરોએ પોતાનો હાથ ફેરો આજમાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!