Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદામૈયા બ્રિજ પર ડિવાઇડર સાથે બાઇક અથડાતાં વડોદરાના 37 વર્ષીય યુવકનું મોત : અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતી વખતે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ચહેરા અને જમણી આંખના ભાગે ગંભીર ઇજાઓ થતાં કરુણ મોત

Share

 

ભરૂચ :

Advertisement

અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતાં નર્મદામૈયા બ્રિજ પર મોટરસાઇકલ સ્લીપ ખાઈ જતાં ડિવાઇડર અને તેના પર મૂકેલા આર.સી.સી.ના કુંડા સાથે અથડાતાં વડોદરા જિલ્લાના પાદરાના 37 વર્ષીય યુવકનું ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું. અકસ્માતમાં યુવકના ચહેરા અને જમણી આંખના ઉપરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. બનાવને પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દરાપુરા ગામની નવી કોલોનીમાં રહેતા નવીનચંદ્ર ડાહ્યાભાઈ પરમાર (ઉં.વ.37) ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા હતા. તેઓ હાલ ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલી પુરુષોત્તમ પાર્ક સોસાયટીમાં પત્ની હીનલબેન સાથે રહેતા હતા. તેમને સંતાનમાં ત્રણ વર્ષની પુત્રી છે.

તા. 1 નવેમ્બર 2026ના રોજ રાત્રિના આશરે સવા દસથી સાડા દસ વાગ્યાના અરસામાં નવીનચંદ્ર પોતાની બજાજ મોટરસાઇકલ નંબર GJ-16-ED-5609 લઈને અંકલેશ્વરથી ભરૂચ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન નર્મદામૈયા બ્રિજ પર કોઈ કારણસર તેમની મોટરસાઇકલ સ્લીપ ખાઈ જતાં ડિવાઇડર અને તેના પર મૂકેલા આર.સી.સી.ના કુંડા સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માતમાં તેમને ચહેરા તથા જમણી આંખના ઉપરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્મા‌ત બાદ તેમને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં તેમના પિતા તથા પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. મૃતકના કાકા જશવંતકુમાર પરમારે ભરૂચ એ ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં મોટરસાઇકલના આગળના ભાગે નુકસાન થયું હોવાનું તેમજ અન્ય કોઈ વાહનની ટક્કર વાગી હોય તેવા દેખીતા નિશાન ન હોવાનું જણાવાયું છે. જેથી મોટરસાઇકલ સ્લીપ ખાઈ ડિવાઇડર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ગાંધીનગર: પ્રદીપસિંહ જાડેજાના આશીર્વાદ લઈને નવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ચાર્જ હાથમાં લીધો

ProudOfGujarat

વિરમગામ પંથકમાં કથળતી આરોગ્ય સેવાઓ…

ProudOfGujarat

રાજપીપળા રાજરોક્ષી સર્કલથી હરસિધ્ધિ મંદિર તરફનાં વળાંકમાં એક હાઈવા ટ્રક દુકાનમાં ઘુસી જતા નુકસાન થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!