Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં વૃક્ષારોપણ અભિયાન: બચપન સ્કૂલ ખાતે 14 રોપાનું વાવેતર, 25 રોપાનું વિતરણ : ગુજરાત સરકારની થીમ અંતર્ગત દર મહિનાના પ્રથમ રવિવારે યોજાતી ઝુંબેશનો ત્રીજો કાર્યક્રમ યોજાયો

Share

 

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારની પહેલ અંતર્ગત દર મહિનાના પ્રથમ રવિવારે વૃક્ષારોપણ અને સુકાઈ ગયેલા રોપાઓની ફેરબદલીની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે 1 નવેમ્બર, રવિવારના રોજ જલારામ નગર સ્થિત બચપન સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 14 રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું, જ્યારે 25 રોપાનું વિતરણ કરાયું હતું.

Advertisement

નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર હરિશચંદ્ર અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સબ રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને ગાર્ડન ઇન્ચાર્જ રઘુવીરસિંહ જે. મહિડાના આયોજનથી કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે નગરપાલિકાના રિક્રિએશન કમિટી ચેરમેન હેતલબેન ગાંધી, ડ્રેનેજ કમિટી ચેરમેન સંદીપભાઈ જે. પટેલ, બચપન સ્કૂલનાં પ્રિન્સિપાલ મનીષાબેન ગોહિલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણભાઈ પટેલ, સભ્ય નરેશભાઈ મોદી, મહિલા મોરચા પ્રમુખ દર્શનાબેન ગાંધી, મહામંત્રી શ્વેતાબેન પટેલ, પૂર્વ મહામંત્રી મિનેશભાઈ ગાંધી સહિત આગેવાનો, હોદ્દેદારો અને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. વાવેલા રોપાઓની નિયમિત માવજત કરવા તેમજ બાળકોમાં વૃક્ષોના મહત્વ અને તેના લાભો અંગે જાગૃતિ લાવવા પણ ભાર મૂકાયો હતો.

ઉલ્લેખનીય છે કે આ ઝુંબેશ અંતર્ગત સપ્ટેમ્બરમાં સ્વર્ણિમ લેકવ્યુ ખાતે અને ઓક્ટોબરમાં નીલ માધવ સોસાયટીના કોમન પ્લોટમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. નવેમ્બરનો આ ત્રીજો કાર્યક્રમ હતો.


Share

Related posts

साजिद नाडियाडवाला ने गृह मंत्री से सुशांत सिंह राजपूत की फ़ोटो शेयर न करने के लिए औपचारिक बयान जारी करने की कही बात!

ProudOfGujarat

વડોદરા-માજલપુરમાં સામૂહિક બળાત્કાર મામલો-નાસતો ફરતો ત્રીજો આરોપી અજય પટેલ ઝડપાયો..

ProudOfGujarat

લીંબડીથી લખતરને જોડતાં રોડ પાસે આવેલું નાળુ બેસી જતાં લોકોને મુશ્કેલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!