Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીથી લખતરને જોડતાં રોડ પાસે આવેલું નાળુ બેસી જતાં લોકોને મુશ્કેલી.

Share

લીંબડીથી લખતરને જોડતો રોડ વાયા શિયાણી રોડ પાસે આવેલું નાળુ સાવ બેસી જવા પામ્યું હતું જેથી રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. નાળુ બેસી જતા રોડ પર ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો જેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતાં. લખતર, તાવી, રોજાસર, દેવળીયા, રામરાજપર જવાના અને 15 થી વધુ ગ્રામ્યના લોકોને અવરજવર કરવાનો રસ્તો બંધ થયો હતો. છેલ્લા બે દિવસથી નાળુ બેસી જવા પામ્યું છે તેમજ નાળા પાસે આવેલ તળાવમાં પણ પાણી ભરાયેલું છે. છેલ્લા એક વર્ષ ઉપરાંત શિયાણી ગામ પાસે આવેલ નાળું મજૂર થયું હોવા છતાં હજુ સુધી નવું બનાવવામાં આવ્યું નથી. શિયાણી ગામનું નવું નાળુ બનાવવા માટે ગામના લોકો માંગ કરી રહ્યા છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સુરતનાં ઉધનામાં વિદ્યાર્થીની હત્યામાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

ProudOfGujarat

રાજકોટ ખાતે નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલનું આયોજન કરાયું

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં ડબલ મર્ડર કેસ મામલે ગૃહ વિભાગ એક્શનમાં, જામનગર એસપીની આગેવાનીમાં સીટની રચના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!