Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચનું શક્તિનાથ મહાદેવ સર્કલ ₹32 લાખના ખર્ચે બન્યું આકર્ષક: મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ : ડમરુની પ્રતિકૃતિ, આકર્ષક લાઇટિંગ અને લાઈવ ફુવારાથી સર્કલને મળ્યું ભવ્ય નવું રૂપ; લોકાર્પણ પ્રસંગે રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો રહ્યા ઉપસ્થિત

Share

 

ભરૂચ:
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પ્રમુખ એવા ‘મહાદેવ સર્કલ’નું રૂ. 32 લાખના ખર્ચે આધુનિકીકરણ અને આકર્ષક નવીનીકરણ કરવામાં આવ્યું છે. ભરૂચ નગરપાલિકા તેમજ બી.ડી. બિલ્ડકોન એલએલપી અને ભૂમિ ડેવલપર્સના સંયુક્ત સહયોગથી આ સર્કલને તદ્દન નવું અને રમણીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. જેનું વિધિવત લોકાર્પણ રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

Advertisement

મહાદેવ સર્કલના આકાર અને સુંદરતામાં વધારો કરવા માટે તેના નવીનીકરણમાં ભગવાન શિવના પવિત્ર ડમરુની આકર્ષક પ્રતિકૃતિ, આધુનિક કલરફુલ લાઇટિંગ વ્યવસ્થા તથા મનમોહક ફુવારા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ નવા રંગરૂપના કારણે સમગ્ર શક્તિનાથ વિસ્તારની શોભામાં અભિવૃદ્ધિ થઈ છે.

લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, “બી.ડી. બિલ્ડકોન અને ભૂમિ ડેવલપર્સના કિરણ મજમુદારના સંયુક્ત પ્રયાસો અને પીપીપી મોડેલ/સહયોગથી ભરૂચવાસીઓને સર્કલનું અત્યંત સુંદર નવું સ્વરૂપ મળ્યું છે.” તેમણે શહેરના સૌંદર્યીકરણના આ સરાહનીય કાર્ય બદલ મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ સહયોગી સંસ્થાઓનો ભરૂચના નાગરિકો વતી આભાર વ્યક્ત કર્યો હતો.

આ લોકાર્પણ પ્રસંગે રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપ હોદ્દેદારો ભાજપ ઉપપ્રમુખ નિરલ પટેલ, મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપરાંત સ્થાનિક વોર્ડના કાઉન્સિલરો, ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો આ પ્રસંગના સાક્ષી બન્યા હતા. નવસર્જિત મહાદેવ સર્કલનું લોકાર્પણ થતાં શક્તિનાથ વિસ્તારના રહીશો અને વાહનચાલકોમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી છવાઈ ગઈ હતી.


Share

Related posts

ઉર્વશી રૌતેલા ટૂંક સમયમાં હોલીવુડ સુપરસ્ટાર જેસન ડેરુલો સાથે કામ કરશે.

ProudOfGujarat

જંબુસર ટંકારી ભાગોળ પાસે જુગાર રમતા ૧૨ જુગારીઓને ઝડપી પાડતી એલ.સી.બી

ProudOfGujarat

પેસેન્જરને બેસાડવા મુદ્દે તકરારમાં રિક્ષ ચાલક પર અન્ય રિક્ષા ચાલકોનો હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!