Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં નવજીવન સ્કૂલ પાછળ જુગારધામ પર પોલીસનો દરોડો, પાંચ જુગારીઓ ઝડપાયા : મોબાઇલ ટોર્ચના અજવાળે પત્તા વડે રમાતો હતો હારજીતનો જુગાર, રોકડ સહિત રૂ.31,130નો મુદ્દામાલ કબજે

Share

 

ભરૂચ : ભરૂચ શહેરમાં જાહેરમાં ચાલતા જુગારધામો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શહેરના નવજીવન સ્કૂલ પાછળ નર્મદા નદીના કિનારે આવેલી ઝૂંપડપટ્ટી નજીક ખુલ્લી જગ્યામાં મોબાઇલની ટોર્ચના અજવાળે પત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી દાવ પરની રોકડ રકમ, આરોપીઓની અંગઝડતીમાંથી મળેલી રોકડ તથા ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂ.31,130નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર, ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ રાજેન્દ્રસિંહને બાતમી મળી હતી કે નવજીવન સ્કૂલ પાછળ નર્મદા નદીના કિનારે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો મોબાઇલ ટોર્ચના અજવાળે પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી અલગ અલગ ટીમો બનાવી સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ગોળ કુંડાળું વળીને જુગાર રમતા પાંચ ઇસમોને પોલીસે કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી દાવ પર મૂકેલી અલગ અલગ દરની ચલણી નોટો ગણતાં રૂ.6,060 મળી આવ્યા હતા. ઉપરાંત જુગાર રમવાના 52 પત્તાં પણ મળી આવ્યા હતા.

પોલીસે પકડાયેલા શખ્સોની ઓળખ કસક પોલીસ ચોકી પાછળ રહેતા સોહેલ કાદર મન્સૂરી (ઉં.વ.35), ઝાડેશ્વરના કોઠી ફળિયામાં રહેતા કમલેશ હરેશભાઈ વસાવા (ઉં.વ.42), ભુકંપ આવાસ ગાયત્રી ફ્લેટ પાછળ દરગાહ ફળિયામાં રહેતા સતીશ ઈશ્વરભાઈ વસાવા (ઉં.વ.39), ઝાડેશ્વરની દુબઈ ટેકરી ખાતે રહેતા નિલેશ રમણભાઈ પાવા (ઉં.વ.45) તથા દુબઈ ટેકરીના રણછોડ ભગતના ફળિયામાં રહેતા પ્રગ્નેશ કાંતિભાઈ વસાવા (ઉં.વ.32) તરીકે કરી હતી.

આરોપીઓની અંગઝડતી દરમિયાન કુલ રૂ.5,070 રોકડા મળી આવ્યા હતા. જ્યારે ચાર મોબાઇલ ફોનની કિંમત રૂ.20,000 આંકવામાં આવી હતી. આમ, પોલીસે દાવ પરના રૂ.6,060, અંગઝડતીના રૂ.5,070 અને ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂ.31,130નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસની આ કાર્યવાહીને પગલે આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


Share

Related posts

રાજય કક્ષાના વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં સાગબારાના પાટ ગામની વે મેટ શાળાની કૃતિ પસંદ થતા આનંદ

ProudOfGujarat

ભરૂચ લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જઃ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરા

ProudOfGujarat

ભારત સહિત વિશ્વના 110 દેશો ખાતે કોરોના વેક્સિનેશન જાગૃતિ અંગેની ઝી-20 સમિટમાં રાજપીપળાનાં યુવરાજ માનવેન્દ્રસિંહ ભાગ લેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!