Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લામાં હોસ્ટેલ સુવિધા સાથેની રેસીડેન્શીયલ નવી સૈનિક સ્કૂલનું નિર્માણ થશે.

Share

નર્મદા જિલ્લા પ્રસાશન દ્વારા જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલની જેમ નર્મદા જિલ્લામાં પણ નાંદોદ તાલુકાના જીતગઢ, ચિત્રાવાડી કે ગરૂડેશ્વર તાલુકાના વઘરાલી ગામ સહિતના કુલ-૩ સ્થળો પૈકી કોઇ એક સ્થળે હોસ્ટેલ સુવિધા સાથેની રેસીડેન્શીયલ નવી સૈનિક સ્કૂલનું નિર્માણ થાય તે દિશાનો સતૃત્ય પ્રયાસ હાથ ધરાયો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાનો સમાવેશ અનુસૂચિત વિસ્તારોમાં તથા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટમાં થયેલ હોઇ, આ જિલ્લામાં સૈનિક સ્કૂલની સ્થાપના કરવામાં આવે તો જિલ્લામાં શિક્ષણનું સ્તર અને તેની ગુણવત્તામાં પણ સુધારો થવાની સાથોસાથ એસ્પિરેશનલ જિલ્લાના શિક્ષણ સહિતના વિવિધ ઇન્ડીકેટર્સમાં પણ ગુણાત્મક ફેરફાર લાવી શકાય તેવી બાબતને નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે ધ્વારા અગ્રતા આપીને નર્મદા જિલ્લામાં સૈનિક સ્કૂલના નિર્માણ માટે જરૂરિયાત મુજબની દર્શાવ્યાં મુજબના ગામોની અંદાજે ૪૦ એકરની સરકારી પડતર/ખરાબાની જમીન ઉપલબ્ધિ સાથેની જરૂરી દસ્તાવેજી વિગતો સહિતની દરખાસ્ત રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવી છે, જેમાં નાંદોદ તાલુકાના જીતગઢ ખાતે ટ્રાયબલ યુનિવર્સિટીની નજીક આવેલી સરકારી પડતર જમીન વધુ સમતળ હોઇ, જિલ્લામાં સૈનિક સ્કૂલની સ્થાપના માટે યોગ્ય જમીનની પસંદગી માટે જરૂરી કાર્યવાહી કરવા સરકારમાં અસરકારક રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ગુજરાતની મહિલાએ ખેડૂતે ગાયના છાણમાંથી બનાવી રાખડી: કિંમત નજીવી અને ફાયદા અનેક

ProudOfGujarat

રાજપીપલા : નાંદોદ તાલુકાના વસંતપુરા ગામે ટીટોડીએ ચાર ઈંડા મુક્યા : ખેડૂતોમાં સારા વરસાદની આશા સેવાઈ.

ProudOfGujarat

માંગરોલ 156 વિધાનસભામાં રાજસ્થાનના માજી ધારાસભ્ય સોહન નાયકના હસ્તે ઉમરપાડા ખાતે કોંગ્રેસ સમિતિની મિટિંગ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!