Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના તલોદરા ગામે દુધ ભરવા ગયેલ યુવકને માર મારવાની ઘટનામાં સાત ઇસમો સામે ફરિયાદ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નવાગામ મોટા ગામનો એક યુવક તલોદરા ગામે દુધ ભરવા ગયો હતો ત્યારે કેટલાક ઇસમોએ તેને માર માર્યો હતો. દરમિયાન તલોદરા ગામના આ ઇસમો નવાગામ ગામે આવ્યા ત્યારે મારનો ભોગ બનનાર યુવકની માતા ઇન્દુબેન વસાવાએ વિવેક નામના ઇસમને પુછ્યુ હતુ કે મારો દિકરો તલોદરા દુધ ભરવા આવ્યો ત્યારે કેમ માર્યો હતો? આ સાંભળીને તે લોકો ઉશ્કેરાઇ ગયા હતા, અને ગાળો બોલવા લાગ્યા હતા. અને તેમનું ઉપરાણું લઇને અન્ય ઇસમોએ પણ ગાળો દઇને પ્રવિણભાઇ બિજલભાઇ વસાવા રહે.નવાગામ મોટા તેમજ છોડાવવા વચ્ચે પડનાર બે ઇસમોને પણ માર માર્યો હતો. લાકડીનો સપાટો તેમજ લોખંડનો પંચ મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે ગામ નવાગામ મોટાના રહીશ પ્રવિણભાઇ બિજલભાઇ વસાવાએ અનિકેત વસાવા, નરેશ વસાવા, વિવેક વસાવા ત્રણેય રહે.ગામ તલોદરા તા.ઝઘડીયા તેમજ નિલેશ વસાવા, ભરત વસાવા, અજય વસાવા અને માનસિંગ વસાવા ચારેય રહે.ગામ નવાગામ તા.ઝઘડીયાના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : બોડેલી તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારના લોકોની વ્હારે આવી ધાર્મિક તેમજ સામાજીક સંસ્થાઓ.

ProudOfGujarat

ભરૂચની કે. જે. ચોકસી પબ્લિક લાયબ્રેરી એ ૧૮ વર્ષ પૂર્ણ કરી ૧૯મા વર્ષમાં કર્યો પ્રવેશ

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે લૂંટના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!