Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બોગસ લગ્ન સર્ટીના આધારે ડિપેન્ડેન્ટ વીઝા પર વિદેશી લઈ જવાના કૌભાંડમાં ૪ સામે  ફરિયાદ

Share

બોગસ દસ્તાવેજોથી વિદેશ પહોચ્યા બાદ રૂપિયાની લેતી-દેતીમાં ગૂંચ આવતાં મામલો બહાર આવ્યો
જંબુસરની યુવતીએ વલણના અને હાલ યુકે રહેતાં યુવાન સાથે બોગસ લગ્નના દસ્તાવેજ બનાવ્યાં
। ભરૂચ ।
વડોદરાના કરજણ તાલુકામાં આવેલાં વલણ ગામનો વતની રીઝવાન ઈસ્માઈલ મેદા હાલમાં યુકે રહે છે. દરમિયાનમાં ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે રહેતી તસ્લીમાબાનુ ઈસ્માઈલ કારભારીને યુકે જવું હોવાથી તે કોઈ પણ રીતે ત્યા જવા માટેની ફિરાકમાં હતી. અરસામાં તેમનો સંપર્ક રીઝવાન સાથે થતાં તેમણે રીઝવાન મેદા સાથે ખોટા લગ્ન પુરવા ઉભા કરી બોગસ લગ્ન નોંધણી સર્ટી બનાવ્યું હતું, જે બાદ રીઝવાન મેદાના એજન્ટ સોયેબ દાઉદ ઈખ્ખરીયાને ફોન કરી પોતાની પત્ની તરીકે તસ્લીમાબાનુની યુકે વિઝાની અપ્લિકેશન કરવા જણાવતાં ૨૦૨૪માં ફબ્રુઆરી મહિનામાં તસ્લીમાબાનુએ તેના લગ્નનું ખોટુ સર્ટી એજન્ટ સોયેબ પાસે રજૂ કરતાં સોયેબે યુકેના ડિપેન્ડન્ટ વિઝાનું ફોર્મ ઓનલાઈન કર્યુ હતું. જેના આધારે રીઝવાન મેદાએ તેને યુકે બોલાવી હતી. અરસામાં તેમની વચ્ચે બોગસ લગ્નના આધારે તસ્લીમાબાનુને યુકે લઈ જવાના બદલામાં રૂપિયાની લેતી દેતીનો વ્યવહાર નક્કી થયો હતો. જોકે, તે વ્યવહારમાં કોઈ કારણસર તેમને મનદુ:ખ થતાં રીઝવાન મેદાએ તેના પરીચિત મિન્હાજ યાકુબ ઉઘરાદાર મારફતે પોલીસ મથકે અરજી રૂપે કરિયાદ કરી હતી. જોકે, તેમાંથી બચવા માટે તસ્લીમાબાનુંના સગા ભાઈ ફૈઝલ ઈસ્માઈલ કારભારી તેમજ સાજીદ કોઠિયા નામના વકીલે રીઝવાન અને તસ્લીમાનું ભરૂચ કોર્ટમાં છુટાછેડા થયાનું બોગસ જજમેન્ટ બનાવ્યું હતુ. સમગ્ર ઘટના પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એ. એ. ચૌધરીના ધ્યાનમાં આવતો તેમણે મામલામાં ફરિયાદ નોંધી હતી.  તેમજ એએસઆઈ દિનેશભાઈ તેમજ કોન્સ્ટેબલ નટવરની મદદથી મામલાની ઝણવટભરી વિગતો એકત્ર કરવાની કવાયત હાથ ધરી હતી.
ઘટનાને પગલે તપાસ કરતાં તમામ આરોપીઓ હાલમાં વિદેશ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.જેમાં રીઝવાન મેદા, તસ્લીમાબાનુ કારભારી તેમજ ફૈઝલ કારભારી ત્રણેય યુકે માં છેજ્યારે એડવોકેટ સાજીદ કાઠીયા હાલ કેનેડા જતો રહ્યો છે. ત્યારે પાલેજ પોલીસે ખોટા દસ્તાવેજના આધારે ડિપેન્ડેન્ટ વીઝા મેળવ્યા અંગેની વિગતો બ્રિટીશ હાઈ કમિશન તેમજ એમ્બેસીને મોકલી છે. ઉપરાંત તેમણે આ રીતે અન્ય કોઈ કારસાને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

Share

Related posts

અંકલેશ્વરના ગેલેક્સી એપાર્ટમેન્ટમાંથી રૂ! ૪૪,૯૦૦ નાં એલ.ઈ.ડી ટીવીની ચોરી

ProudOfGujarat

બ્યુટી વિથ બ્રેઇન : દેશના સૌથી યુવા વયના IAS નેહા બ્યાડવાલ પ્રોબેશનમાં ભરૂચમાં

ProudOfGujarat

કચ્છમાં પશુઓના મોતનું તાંડવ : લમ્પી વાયરસથી 1130 થી વધુ પશુના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!