Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકાના હળદરવા ગામ ખાતે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ – સીઝન 3 નું આયોજન કરાયું

Share

ભરૂચ તાલુકાના હળદરવા ગામ ખાતે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ – સીઝન 3 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો, જેના કારણે સમગ્ર ગામમાં રમતોત્સવનું માહોલ સર્જાયો હતો. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન હળદરવા ગામના સરપંચ રાજુભાઈ પટેલ ના કરકમળે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશ વસાવા તેમજ ટ્રસ્ટના અન્ય સભ્યો, ગામના આગેવાનો અને રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટ દ્વારા આદિવાસી યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

 છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં પોષણ માસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. 

ProudOfGujarat

બામણગામમાં એક મકાનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો…

ProudOfGujarat

અંકલેશ્વર હસ્તી તળાવ પર વરસાદી કાંસ માં પુનઃ ગાય ખાબકી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!