Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પટેલ વેલ્ફેર હોસ્પિટલના તબીબી પાસેથી 12.75 લાખના મ્યુઝિક ડિવાઇસ લઈ રૂપિયા નહીં આપી ઠગાઈ

Share

 

સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટ જોઈ શખ્સે સંપર્ક કર્યો હતો

Advertisement

શખ્સે સુરતમાં ફાર્મ હાઉસ ખરીદ્યું હોવાની કેફિયત રજૂ કરી હતી

ભરૂચ.

ભરૂચમાં આવેલી પટેલ વેલફેર હોસ્પિટલમાં એમ. ડી ફિઝીશીયન ડોક્ટર તરીકે ફરજ બજાવતાં અને મુળ અંક્લેશ્વરના દઢાલ ગામના વતની રિયાઝ મોહમદ પાંચભાયા હોસ્પિટલના જ સ્ટાર ક્વાર્ટરમાં રહે છે. તેમને મ્યુઝીક સાંભળવાનો શોખ હોઈ તેમણે અલગ અલગ કંપનીના ૩૦થી ૩૫ લાખના મ્યુઝીક સાંભળવા માટેના અલગઅલગ ડિવાઈઝ ખરીદી કર્યાં હતાં. દરમિયાનમાં તેમણે તે તમામ ડિવાઈઝ વેચવાનું નકકી કરતાં તેમણે તેમના ફેસબુક પેજ પર તેમજ વોટસએપ સહિતની એપ પર વેચવા માટેની જાહેરાત કરી હતી. દરમિયાનમાં ગત ૨૪મી એપ્રિલના રોજ તેમના મોબાઈલ ૫૨ ચૈતન્ય નામના શખ્સનો ફોન આવ્યો હતો. તેણે તેમનાઈલેક્ટ્રીક સામાન ખરીદવામાં રસ હોવાનું જણાવ્યું હતું. ડો. રિયાઝે તેમને હોસ્પિટલ પર બોલાવતાં તેમણે તેમના ઘરે જ મળવાનું જણાવતાં આખરે તેઓ તેમના ઘરે મળ્યાં હતાં. ડો. રિયાઝે તેમને સામાન અંગે કેવી રીતે જાણ થઈ તેમ પુછતાં તેમણે જણાવ્યું હતુ કે, ફેસબુક પરથી તેમની માહિતી મેળવી હતી. જોકે, ડો. રિયાઝે તેમને જણાવ્યું હતુ કે, તેમની પાસેનો સામાન ખુબ મોંઘો છે તો ચૈતન્યએ જણાવ્યું હતું કે, તેમની એક જમીન વેચાણ થઈ છે જેમાં ૬૨ કરોડ રુપિયા આવ્યાં છે. તેમજ તેઓ પાંચ મિત્રો સુરત પાસે ફાર્મ હાઉસ ખરીદી કર્યો છે. તેમજ તેઓ મિત્રો મ્યુઝીક લવર છીએ તેથી તેમનું ડિવાઈઝ તેઓ ખરીદી કરવાના છે. તેમણે તમામ ડિવાઈઝ વારાફરતી બતાવતાં તેમણે તે ગમ્યા હતાં. ૩૦થી ૩૫ લાખના સામાનના તેઓએ ૧૦ લાખ રુપિયા નક્કી કર્યાં હતાં. તેમજ તેમની પાસે એક ૩ લાખનું હેન્ડફોન હતો. તેની ૨.૭૫ લાખ કિમત નકકી કરી હતી. એમ કુલ ૧૨.૭૫ લાખમાં સામાન ખરીદવાનું નક્કી થયું હતું. જે બાદ બીજા દિવસે ચૈતન્યએ તેમને ત્રણેક કોલ કર્યાં હતાં. જોકે, તેઓ તે રીસિવ કરી શક્યા ન હતાં.જોકે, તે વારંવાર તેમને ફોન-મેસેજ કરી પ્રેશર કરવા લાગ્યો હતો. તેણેજણાવ્યુ હતું કે, તમે તમારા ડ્રાઈવર સાથે સામન મોકલી આપો સામાન લેતાં જ રુપિયા આપી દઈશ તેમ કહેતાં ડો. રિયાજે તેમના પરીચિત ડ્રાઈવરને સામાન લઈને મોકલ્યો હતો. તેમનો ડ્રાઈવર સરફરાજ નાના વરાછા પાસે પહોંચી ચૈતન્યનો સંપર્ક કરતાં ચૈતન્યએ તેમની પાસેથી સામાન લઈ રુપિયા માટે મોટા વરાછાનું એક લોકેશન આપ્યું હતું. તેઓ ત્યા પહોંચતાં ચૈતન્યનો મોબાઈલ સ્વિચઓફ જ આવતો હતો.જેથીતેમની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડયું હતુ. તેમણે પોતાની રીતે ચૈતન્યને શોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેનો કોઈ પત્તો નહીં લાગતાં આખરે તેમણે બી ડીવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ગોધરા શહેરમાથી પસાર થતી મેશરી નદીનો પટવિસ્તાર અસામાજીક તત્વોનો બન્યો અડ્ડો…

ProudOfGujarat

ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આયોજિત ત્રિદિવસીય એ.આઇ.એ. એકસપો-2020 નો આજથી પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!