ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર ખુબ જ બેકાબુ બન્યો છે, પોઝીટીવ કેસોમાં સતત વધારો થતો હોવાથી અપૂરતા બેડ એન્ડ અપૂરતા ઓક્સિજનની સ્થિતી સર્જાઈ રહી છે, ત્યારે દર્દીઓને થતી હાલાકીને કારણે યોકોહામા કંપની દ્વારા 10 લીટરના 15 ઓક્સિજન કોંસ્ટ્રેટર મશીન અને મેઘમણી કંપની દ્વારા 5 લીટરનાં 12 ઓક્સિજન કોંસ્ટ્રેટર મશીન જિલ્લા કલેકટરને અર્પણ કરવામાં આવ્યા હતા,
જે બદલ કલેકટર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ કોરોનાનાં દર્દીઓને જેને ખાસ કરીને સી.સી.સી સેન્ટર અથવા તો કોઈ પણ હોસ્પિટલોમાં તાત્કાલિક જરૂરિયાત માટે ઉપયોગ કરવામાં આવશે જે દર્દીઓ માટે સર્વશ્રેષ્ઠ પુરવાર થશે.
Advertisement