Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નબીપુરમાં વહેલી સવારે વીજ ચેકિંગ, અંદાજે રૂ. ૪૮.૨ લાખની વીજ ચોરી ઝડપાઈ: વીજ ચોરોમાં હડકંપ

Share

ભરૂચ.

ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં વીજ કંપની દ્વારા અચાનક અને સઘન વીજ ચેકિંગ અભિયાન હાથ ધરાતા વહેલી સવારથી જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ બંદોબસ્ત સાથે વીજ કંપનીની કુલ ૨૮ ટીમોએ ગામમાં પ્રવેશ કરી ઘરોઘર તપાસ શરૂ કરતા લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ, આ કાર્યવાહી દરમિયાન કુલ ૧૨૬૭ વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં ૪૦ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ હતી. વીજ કંપનીએ આ ગેરરીતિઓને પગલે અંદાજે રૂ. ૪૮.૨ લાખની વીજ ચોરી બહાર કાઢી હોવાનું જણાવ્યું છે.

અચાનક થયેલા આ કડક ચેકિંગથી નબીપુરમાં વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વીજ કંપનીના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વીજ ચોરી સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે અને નિયમ ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.


Share

Related posts

સુરત ખાતે શક્તિદળની પત્રકાર પરિષદ યોજાઇ હતી.

ProudOfGujarat

રાજયસભા સાંસદ અહમદભાઈ પટેલે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી ખેડુતો પર પોલીસ દ્વારા ભયનું વાતાવરણ ઊભું કરવા સામે ચિંતા વ્યકત કરી.

ProudOfGujarat

સુરત : રૂ. 2 હજારની લેતીદેતીમાં યુવકને માર મારનાર શખ્સોની કરાય ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!