Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વરના વૈભવ બંગ્લોઝ પાસે ઝાડીઓમાં આગ લાગતાં દોડધામ

Share

 

પાલિકાના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો

Advertisement

 

ભરૂચના ઝાડેશ્વર ગામે આવેલાં આંગણ એન્કલેવ, વૈભવ બંગ્લોઝની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ઉગી નિકળેલા ઝાડી ઝાડવામાં રાત્રીના સમયે અચાનક કોઈ કારણસર આગ ભભુકી ઉઠી હતી. જોતજોતામાં આગ મોટા વિસ્તારમાં પસરી જતાં તેના કારણે આસપાસના વિસ્તારમાં આગ લાગવાની ભિતી સેવાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિકોએ તુરંત ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં લાશ્કરો તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. મોટી માત્રામાં આગ ઝાડી-ઝાંખરામાં પ્રસરી ગઈ હોવાને કારણે લાકરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાના સ્થળથી સહેજ જ દૂર વાહનોનું પાર્કિંગ હોઈ આગ જલદી કાબુમાં આવી જતાં વાહનો સહિસલામત બચી ગયાં હતાં.


Share

Related posts

રાજપીપળા હરસિદ્ધિ માતાનાં મંદિરે કોરોના મહામારીનાં કારણે નવરાત્રીનો મેળો અને ગરબા બંઘ રાખવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચ નજીક થી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર રાત્રીના સમયે ચરસનો જથ્થો ઝડપાયો.ડ્રગ માફિયાનો કાશ્મીર અને મુંબઈ સાથેનું ભરૂચનું નેટવર્ક ફરી એક વાર સપાટી પર …

ProudOfGujarat

ઝાડેશ્વર ખાતે પોલિંગ સ્ટાફને અપાઈ ચૂંટણી તાલીમ, ૫૫૩ કર્મચારીઓ હાજર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!