Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં શખ્સ ૧૦૦ રૂપિયાની દારૂની બોટલ સાથે ઝડપાયો, રોકડા ૭૫ હજારનો મુદ્દામાલ જપ્ત

Share

બુટલેગર ઘરમાંથી ઝડપાયો, ખિસ્સામાંથી બોટલ મળી

 

Advertisement

ભરૂચ

ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના લોઢવાણના ટેકરા વિસ્તારમાં રહેતો એમરોસ શંકર મકવાણા પોતાના ઘરની બહાર વિદેશીદારૂનો વેપલો કરે છે. જેના પગલે ટીમે તુરંત તેના ઘરે દરોડો પાડ્યો હતો. એમરોસ તેના ઘરમાં જ હોઈ પોલીસે તેને ઝડપી પાડયો હતો. ટીમે તેની તપાસ કરતાં તેના બિસ્સામાંથી દમણની બનાવટના વિદેશીદારૂની ૧૦૦ રૂપિયાના મત્તાની ૧૮૦ મીલીની એક બોટલ મળી આવી હતી. ટીમે તપાસ કરતાં તેના બીજા ખિસ્સામાંથી ૨૫૧૦૦ રૂપિયા રોકડા તેમજ ૫૦ હજારની મત્તાનો એક મોબાઈલ મળી આવતાં કુળ ૭૫૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે ઝડપાયેલાં એમરોસ મકવાણાએ પ્રાથમિક પુછપરછમાં જણાવ્યું હતું કે, તે તાજેતરમાં દમણ ફરવા માટે ગયો હતો. ત્યાંથી ખર્ચો કાઢવાના ઈરાદે વિદેશીદારૂની બોટલ લાવ્યો હતો. એ ડિવિજન પોલીસે તેની સામે ગુનો પોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચની સરકારી કચેરીમાં જ સોશ્યલ ડિસ્ટન્સનાં લીરેલીરા….

ProudOfGujarat

તિલકવાડા ખાતે યોજાયેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય.

ProudOfGujarat

તંત્ર ઘોર નીંદ્રામાં : નેત્રંગ તાલુકાના રસ્તાઓ પર મસમોટા ખાડા : રોજેરોજ અકસ્માતોની બનતી ઘટનાથી વાહનચાલકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!