Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કેમાતુર ચોકડી પાસે ટેન્કરની ટક્કરે એક્ટિવા સવાર બે યુવાન પૈકી એકનું મોત, બીજો ગંભીર

Share

 

ભરૂચ નેશનલ હાઈવે નંબર ૪૮ પર બનેલી ઘટના

Advertisement

।ભરૂચ !

May ભરૂચ શહેરમાં રહેતાં બે મિત્રો એક્ટિવા પર ભરૂચ નેશનલ હાઈવે નંબર ૪૮ પરથી પસાર થઈ રહ્યાં હતાં. તે વેળાં કેમાતુર કંપની પાસે એકટેન્કરે ટક્કર મારતાં એકનું ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર મોત થયું હતું. જયારે બીજાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો… બનાવ સંદર્ભે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલી મંગલાપાર્ક સોસાયટીમાં રહેતાં પિનેશ કિર્ક્શનલાલ દલાલ તેમજ શહેરના મિલેનિયમ માર્કેટની સામે આવેલી સરસ્વસ્વત ચાળમાં રહેતાં પતિક મણીલાલ મકવાશા તેમની એક્ટિવા પર કામ અર્થે વડોદરા તરફ જઈ રહ્યાં હતાં. દરમિયાનમાં ભરૂચ નેશનલ હાઈવે નં ૪૮ પરવડદલા ગામ પાસેઆવેલી કેમાતુર કંપની સામેલી પસાર થઈ રહ્યાં હતાં. તે વેળાં એક ટેન્કર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાના ટેન્કરથી એક્ટિવાને ટક્કર મારતાં બન્ને રોડ પર ફંગોળાઈ ગયાં હતાં. પ્રતિકને માથાના ભાગે ગંભીર

ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. જયારે પિનેશને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગસ્તને સારવાર માટે ૧૦૮માં નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં. જયારે મૃતકના દેશને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

વલસાડ-વાંકલની હેતલે 600 કિમીની સાયકલિંગ સ્પર્ધા માત્ર 38 કલાક 45 મિનિટમાં પૂર્ણ કરી, મેડલ જીત્યો

ProudOfGujarat

સુરતથી ખોડલધામ જવા નીકળેલી સાયકલ યાત્રાનું ઝઘડિયા તાલુકામાં આગમન.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પંચાયતની સામાન્ય સભા યોજી બે નવી સમિતિઓની રચના કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!