ભરૂચ
સોના ચાંદીના ભાવમાં સતત થઈ રહેલાં વધારા વચ્ચે ભરૂચ જિલ્લામાં સોના-ચાંદીની ખરીદીમાં પણ વધારો થયો હોવાનું જવલસો ચકી જાણવા મળી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં લોકો રોકાશના ઈરાદે સોનાની ખરીદી કરી રહ્યાં છે. જિલ્લામાં એકંદરે રોજનું ₹થી ૭ કરોડનું વેચાલ થઈ રહ્યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જોકે, ધરેણાના બદલે લોકો સોનાની બિસ્કીટમાં વધુ રોકાણ કરી રહ્યાં છે.
સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે સામાન્ય લોકો માટે સોના-ચાંદીની ખરીદી કરવી ઘણી મુશ્કેલ બની છે. જોકે, તેમ છતાં પણ આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી લોકો સોનાની ખરીદી કરી રહ્યાં છે. સોની બજારમાં હજી પણ ગ્રાહકોની રોજિંદી ચહલપહલ વધાવત છે. જોકે, હાલમાં સોનાના દાગીનાની ખરીદી કરનારાઓ કરતાં સોનાના બિસ્કીટની ખરીદી કરનારાઓની સંખ્યા વધી ગઈ છે. લોકો સોના-ચાંદીના ભાવની ચઢ-ઉત્તરમાં ખરીદ વેચાણ કરી નફો કરવાનું વિચારી રહ્યાં છે. હાલમાં ત્રણેક દિવસથી સોનામાં ઘટાડા ભદ પણ સોનાનો ભાવ હજી ૧.૨૦ લાખની આસપાસ છે.
ત્યારે જેથી પાસે રૂપિયા છે તેઓ સોનાના બિસ્કીટ ખરીદી એકત્ર કરી રહ્યાં છે. બીજી તરફ સામાન્ય સાહકો પણ સોનાના નાના-મોટા દાગીનાની ખરીદીની સાથે સાથે બે ગામ, પાંચ ગામ સહિતની નાની લગડી ખરીદી રાખવાનું વિચારી રહ્યા છે. સોના-ચાંદીના બજારમાં થઈ રહેલાં ઉતાર-ચઢાવ વચ્ચે પણ બજારમાં સોનાની ખરીદી યથાવત હોવાનું જવેલર્સ જણાવી રહ્યાં છે. જિલ્લામાં સામાન્ય દિવસોમાં રોજના ₹થી ૭ કરોડના સોનાની ખરીદી થઈ રહી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. જોકે, તે ખરીદીમાં દાગીનાને બદલે ૯૯.૯ ટકા વાળા સોનાના બિસ્કીટ પર લોકો ખાસ પસંદગી ઉતારી રહ્યાં છે.
ભવિષ્યના પ્રસંગોને ધ્યાનમાં રાખી અત્યારે જ ખરીદી ભરૂચ જિલ્લાના એક જવેલર્સે જણાવ્યું હતું કે, તેમના ત્યાં સોનાની ખરીદી કરવા માટે આવતાં ચાહકો પૈકી કેટલાંય ચાહકો એવા હોય છે. જેમના ઘરે આગામી દિવસોમાં વર્ષ-બે વર્ષમાં લગ્ન સહિતના પ્રસંગ લેવાના હોય તેવા હોય છે. તેઓ સોનાના વધી રહેલાં ભાવને લઈને હાલમાં જ સોનાના બિસ્કીટ ખરીદી રાખે છે. જેથી કે જે તે સમયે તેઓ તે સોનાના બિસ્કીટમાંથી ઘરેણાં બનાવી પ્રસંગ પુરો કરી શકે.
ભાવ વધવાના ડરે વધારે ખરીદી કરવાનો લોકોનો મુડ માત્ર એક જ વર્ષમાં સોનાના ભાવમાં લગભગ બે ગણાથી વધારેનો ઉછાળો આવ્યો છે. ૨૦૨૫માં જાન્યુઆરીમાં ૭૫ થી ૮૦ હજારની વચ્ચે ૧૦ ગ્રામ સોનાનો ભાવ હતો. જે આજે વધીને ૧.૬૦ લાખ સુધી પહોંચી ગયો છે. જોકે, તાજેતરમાં જ સોનાએ ૧.૭૫ લાખની કિંમતને પણ સ્પર્ષ કર્યો હતો. જેના કારણે લોકો હજી ભાવ વધવાના દરને લઈને હાલમાં જેટલી જમાપુંજી હોય તેમાંથી સોનું ખરીદી રાખવાનું વિચારી ખરીદી કરી રહ્યાં છે.
