Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝંઘાર ગામની ઇદગાહમાં અચાનક આગ લાગતા અફરાતફરી :ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ, કોઈ જાનહાનિ નહીં

Share

ભરૂચ તાલુકાના ઝંઘાર ગામમાં આવેલી ઇદગાહમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ બનાવે સ્થાનિકોમાં દોડધામ મચાવી દીધી હતી.

આગ લાગતા ઇદગાહ વિસ્તારમાંથી ધુમાડાના ગુડગુડાટ દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

Advertisement

ફાયર ટીમે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક લોકોએ પણ ફાયર ટીમને સહયોગ આપ્યો હતો.

આગ નજીક આવેલા એક કાચા મકાનના વાડા સુધી પહોંચી જતા થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


Share

Related posts

‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત વસો તાલુકાના રૂણ ગામ ખાતે કલેકટર દ્વારા શિલાફલકમનું કરાયું લોકાર્પણ

ProudOfGujarat

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ભારતીય કૃષિ અનુસંધાન પરીષદનાં ૯૫ માં સ્થાપનાં દિવસ અંતર્ગત ભીંડાનાં પાક પર ક્ષેત્ર દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ જીએનએફસી ટાઉનશીપ સ્‍પોટર્સ કોમ્‍પલેક્ષ ખાતે આઇટીઆઇ રોજગાર મેળો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!