Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોલ પોલીસે પશુઓની ગેરકાયદેસર હેરાફેરી ઝડપી પાડી : રૂ.5.62 લાખનો મુદ્દામાલ કબ્જે, 9 પશુઓને બચાવી પાંજરાપોળ મોકલાયા

Share

વાંકલ : માંગરોલ પોલીસ સ્ટેશન પોલીસે પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરતા એક ટેમ્પોને ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ટેમ્પામાંથી 9 પશુઓને મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન રૂ.5.62 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ નાની નરોલી ગામ વિસ્તારમાંથી ભેંસ અને નાના પાડા-પાડીને ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરી સુરત લઈ જવાતા હોવાની બાતમી પોલીસને મળી હતી. હાઈસ્કૂલ પાસેથી કથ્થાઈ રંગનો ટેમ્પો પસાર થવાનો હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી હતી.

Advertisement

બાતમીના આધારે પોલીસે ટેમ્પો નંબર GJ-05-CW-9232ને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન ટેમ્પામાં 6 નાના પાડા, 2 પાડી અને 1 ભેંસ મળી કુલ 9 પશુઓને ઘાસચારો, પાણી તથા બેસવાની યોગ્ય વ્યવસ્થા વગર અમાનવીય રીતે ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે પશુઓને તાત્કાલિક બચાવી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ટેમ્પો ચાલક ઇફ્તખાર મોહમદ હુસેન અંસારી અને ક્લીનર મસ્તાન અજીજ કુરેશીની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે પશુઓ ભરી આપનાર, તબેલાના માલિક, પશુઓ મોકલનાર અને મંગાવનાર સહિત ચાર લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસે ટેમ્પો, પશુઓ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.5.62 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર મામલે માંગરોલ પોલીસ સ્ટેશનમાં પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર સફળ કાર્યવાહી વિભાગીય પોલીસ અધિકારી બી.કે. વનાર તથા પીઆઈ પી.એમ. દેસાઈના માર્ગદર્શન હેઠળ માંગરોલ પોલીસ સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી.


Share

Related posts

ભરૂચ : નબીપુર ગામથી ટેમ્પોની ચોરી કરનાર આરોપીને ચોરાયેલા ટેમ્પા સહીત ગણતરીનાં કલાકોમાં પાલેજ ખાતેથી ભરૂચ એલ.સી.બી પોલીસે ઝડપી પાડયો હતો…

ProudOfGujarat

અમદાવાદ-રિલીફ રોડ પર બેન્ક ઓફ ઇન્ડિયામાં લાગેલી આગ કાબુમાં.કોઈ જાનહાની નહિ,

ProudOfGujarat

ભરૂચ : નર્મદા બંધ ૧૩૮.૬૮ મીટરની સંપૂર્ણ સપાટીએ : ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાનને જન્મ દિવસની ભેટ આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!