Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 7.10 કરોડના ખર્ચે હાઈડ્રોલિક સીડીની ફાળવણી

Share

 

ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ તથા તવરા રોડ પર ઉંચી ઇમારતોની સંખ્યામાં વધારો થઈ રહયો છે. ઉંચી ઇમારતોમાં આગ કે અન્ય આપત્તિના સમયે બચાવકર્મીઓ સરળતાથી પહોંચી શકે તે માટે ભરૂચ નગરપાલિકાને રાજય સરકાર તરફથી 7.10 કરોડના ખર્ચથી ટન ટેબલ લેડર (ટીટીએલ)ની ફાળવણી કરી છે. આ હાઈડ્રોલિક સીડી 27 મીટર જેટલી ઉચાઈ સુધી પહોંચી શકશે. ઉચી ઈમારતોમાં આગ કે અન્ય આફતોના સમયે લોકોને બહાર કાઢવા તથા પાણીનો છંટકાવ કરવા માટે આ વાહન ખૂબ ઉપયોગી સાબિત થશે.આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે
પાલિકા પ્રમુખ વીભૂતિ યાદવ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિતના મહેમાનોની હાજરીમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.દહેજ બાયપાસ, તવરા રોડ તથા ચાવજ વિસ્તારમાં ઉચી ઇમારતો સાથે નવા રહેણાંક વિસ્તારો આકાર લઈ રહયાં છે ત્યારે ફાયર સુવિધાઓમાં પણ હવે વધારો કરવામાં આવી રહયો છે…

Advertisement

Share

Related posts

શહેરમાં ૨૪ કિ.મી.ની ઝડપે ટાઢોબોળ પવન ફૂંકાયો, નાગરિકો ઠંડીમાં ઠુંઠવાયા

ProudOfGujarat

અરવલ્લી : મોડાસાના ટિંટોઈ ગામને તાલુકો બનાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપી રજૂઆત

ProudOfGujarat

ડેડીયાપાડા મોવી હાઇવે રોડ ઘાંટોલી ગામે કન્ટેનર અને ઇકો ગાડીને અકસ્માત નડતા ઇકો ગાડીમાં બેસેલ 7 પેસેન્જરોને ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!