Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ તવરા રોડ પાસે ખુલ્લી જગ્યામાં અચાનક આગ, ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો

Share

ગત રાત્રે ભરૂચ તવરા રોડ પર આવેલા MAPLE SKYDECK એપાર્ટમેન્ટની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક અનુમાન મુજબ નજીકમાં ચાલતા લગ્નપ્રસંગ દરમિયાન ફટાકડાની ચિનગારી પડતાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

Advertisement

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગના કારણે વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો. વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


Share

Related posts

ઉમરપાડા તાલુકામાં કેવડી ખાતે પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના વ૨દ હસ્તે બિલ્ડીંગના કામોનું લોકાર્પણ / ખાતમુહર્તના કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

મેઘમણી કંપનીમાં ગેસ લાગતાં પુત્રનું મોત : પરિવારનો આક્ષેપ

ProudOfGujarat

ઝગડીયા તાલુકાના તેજપોર ગામની સીમમાં દીપડાએ બકરીનું મારણ કર્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!