Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આધુનિક આરોગ્ય સુવિધાઓનો ઉમેરો :  GCPL ના CSR ફંડ હેઠળ SNCU વોર્ડ, સોનોગ્રાફી અને ડિજિટલ એક્સ-રે મશીનનું લોકાર્પણ

Share

ભરૂચ :
જંબુસર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ઘરઆંગણે જ ગુણવત્તાસભર અને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ (GCPL) – વાગરા દ્વારા CSR ફંડ હેઠળ જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વિવિધ અત્યાધુનિક તબીબી સાધનો અને સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તા. 13 મે 2026ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં માનનીય ધારાસભ્યશ્રી ડી.કે. સ્વામીના હસ્તે આ સુવિધાઓ જનતાને અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલમાં 10 બેડનો અદ્યતન SNCU (Special Newborn Care Unit) વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. નવજાત શિશુઓની સઘન સારવાર માટે વેન્ટિલેટર, ફોટોથેરાપી યુનિટ, ટ્રાન્સપોર્ટ ઇન્ક્યુબેટર અને ઇન્ફ્યુઝન પંપ જેવા અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સુવિધા શરૂ થતાં હવે ગંભીર હાલતના નવજાત બાળકોને સારવાર માટે વડોદરા અથવા અન્ય મોટા શહેરોમાં ખસેડવાની જરૂરિયાત ઘટશે.
દર્દીઓને ઝડપી અને સચોટ નિદાન મળી રહે તે માટે હોસ્પિટલને હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીન અને ડિજિટલ એક્સ-રે મશીન પણ આપવામાં આવ્યા છે. ઉપરાંત ફાઈલ પોર્ટ, સેલ કાઉન્ટર અને બાયોમેટ્રિક ઓટો એનાલાઈઝર જેવા ઉપકરણો પણ હોસ્પિટલને ભેટરૂપે આપવામાં આવ્યા છે, જેનાથી તપાસ પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલોમાં આવા આધુનિક સાધનો ઉપલબ્ધ થવાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલ જેવી સુવિધાઓ વિનામૂલ્યે મળી શકશે, જે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
લોકાર્પણ કાર્યક્રમમાં જંબુસર તાલુકાના આગેવાનો, વડોદરા વિભાગીય નાયબ નિયામકશ્રી, ભરૂચ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, GCPL ના એડિશનલ CEO, ફાઈનાન્સ ઓફિસર, CSR મેનેજર તેમજ જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષકશ્રી અને તબીબી સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ નવી આરોગ્ય સુવિધાઓથી જંબુસર પંથકના આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન આવશે અને ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને વધુ સારી સારવાર ઉપલબ્ધ બનશે.

Share

Related posts

દહેજની ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીયલના વેરહાઉસમાં આગ ભભુકી : ૧૦ કિમી દૂરથી આકાશમાં ઉઠતી જવાળા દેખાઈ

ProudOfGujarat

વડોદરામાં 4 વર્ષના બાળકને બચાવવા જતાં સગર્ભાને ગાયે લીધી અડફેટે, ગર્ભમાં બાળકનું મોત.

ProudOfGujarat

ગરૂડેશ્વર મામલતદારે સરકારી જમીનમાં ખોદકામ કરતી ખાનગી કંપનીના 3 વાહનો જપ્ત કરતા ખળભળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!