Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયામાં પ્રિ-મોન્સૂન તૈયારીઓ તેજ : પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ, તંત્રને અપાયા જરૂરી નિર્દેશ

Share

ભરૂચ :
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ઝઘડિયા તાલુકામાં સંભવિત વરસાદી પરિસ્થિતિ સામે વહીવટી તંત્ર સજ્જ રહે તે હેતુથી પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ પ્રિ-મોન્સૂન સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહી આગોતરા આયોજન અને કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ટાળવા ગટર અને કાંસની સફાઈ કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ ભારે વરસાદ અથવા પૂર જેવી પરિસ્થિતિમાં અસરગ્રસ્ત લોકોના સ્થળાંતર માટે આશ્રયસ્થાનોની યાદી તૈયાર રાખવા અને ત્યાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહે તે અંગે ખાસ ભાર મૂકાયો હતો.
આરોગ્ય વિભાગને આવશ્યક દવાઓ, ક્લોરીન ટેબ્લેટ્સ અને આરોગ્ય કિટનો પૂરતો જથ્થો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી હતી. જ્યારે પુરવઠા વિભાગને ખાદ્યસામગ્રી અને આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તાકીદ કરવામાં આવી હતી.
વીજ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ પંચાયત વિભાગ વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે તે માટે પણ સૂચનો કરાયા હતા, જેથી ચોમાસા દરમિયાન ધરાશાયી થયેલા વૃક્ષો, વીજ થાંભલા અથવા રસ્તા અવરોધ જેવી પરિસ્થિતિઓનું ઝડપી નિરાકરણ લાવી શકાય.
પ્રાંત અધિકારીશ્રીએ બેઠકના અંતે જણાવ્યું હતું કે તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાથે સતર્કતાપૂર્વક કામગીરી કરવી જરૂરી છે જેથી ચોમાસા દરમિયાન નાગરિકોને ઓછામાં ઓછી હાલાકી ભોગવવી પડે. બેઠકમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ભરૂચ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા હાથરસનાં બનાવ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું .

ProudOfGujarat

અંકલેશ્વર ના કાંસિયા -અમરત પુરા વિસ્તાર માં દેશી દારૂની ભઠ્ઠીઓ ફૂલી ફાટી, ખુલ્લેઆમ બુટલેગરો ના નાપાક કારનામા યથાવત..?

ProudOfGujarat

પરીએજ ખાતે યગસ્ટાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું.૧૨૮ ટીમોએ ભાગ લીધો.ભાવિન ઇલેવન ટિમ વિજેતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!