Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં અગરબત્તીના ધંધાની હરીફાઇમાં યુવાન પર પિતા-પુત્રનો હુમલો :

Share

એ ડિવિઝન પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી
ભરૂચ.
ભરૂચ શહેરના ધોળીકૂઇ મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતાં મુકેશ ગોગાભાઇ પટ્ટણી અગરબત્તીનો વેપાર કરી જીવન ગુજારે છે. ગઇકાલે તેઓ અને તેમના બે કારીગરો મહેશ તેમજ જજી  ઘરે હતાં. તે વેળાં જજીએ તેમને ઘરની બહાર ફળિયામાં જેન્તીભાઇ બોલાવે છે તેમ કહેતાં તેઓ ફળિયામાં ગયાં હતાં. જ્યાં જેન્તીભાઇ તેમજ તેમના છોકરા કે જેઓ ણ અગરબત્તીનો ધંધો કરતાહોઇ અને દુકાનોમાં માલ આપતાં હોઇ તેઓએ તેમને તું કેમ ઓછા ભાવમાં અગરબત્તી આપે છે. તેમ કહીં તેમની સાથે ઝઘડો કરવા લાગ્યાં હતાં મામલો ગરમાતાં જેન્તીના છોકરાએ બાજુમાં રાખેલો લોખંડનો પાઇપ તેના માથામાં મારી દેતાં તેેને ગંભીર ઇજાઓ થઇ હતી. તેમજ તેમને હવે તું અહીંયા કેમ ધંધો કરે છે, હવે અહીં ધંધો કર્યો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકીઓ આપી હતી.  ઇજાગ્રસ્તને સારવાર માાટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ એ ડીવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ જિલ્લા રાજગોર બ્રાહ્મણ સમાજ નો સ્નેહમિલન સમારોહ ભરૂચ ખાતે યોજાયો હતો

ProudOfGujarat

વિસાવદર : મહાશિવરાત્રી પૂર્ણ થતાં સાધુ સંતોનું સતાધાર તરફ પરિયાન સતાધાર મહંત વિજયબાપુ દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન.

ProudOfGujarat

ઝાયેદ ખાને સુપરહિટ ફિલ્મ ‘દાસ’ ની દ્રશ્ય શૈલીને આકાર આપવામાં કેવી રીતે મુખ્ય ભૂમિકા ભજવી તે ખુલાસો કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!